Redmi Note 6 Pro ભારતમાં થયો લોંચ, જાણો કેવા છે ફીચર્સ અને કિંમત

ચીની સ્માર્ટ કંપની Xiaomi આજે ભારતમાં પોતાના Redmi Note સીરીઝનો આગામી સ્માર્ટફોન Redmi Note 6 Pro ને લોંચ કર્યો છે. આ સ્માર્ટફોનને પહેલાં જ થાઇલેંડ અને ઇંડોનેશિયામં લોંચ કરવામાં આવ્યો હતો. શાઓમી આ સ્માર્ટફોનને આવતીકાલે એટલે કે 23 નવેમ્બરથી Black Friday Sale 2018 હેઠળ વેચશે. Redmi Note 6 Pro સ્માર્ટફોનના લોંચ વિશે Xiaomi ના કંટ્રી હેડ મનુ કુમાર જૈને ટ્વિટરે જાણકારી આપી હતી. તેમણે પોતાના ટ્વિટર હેંડલ વડે આ ફોનના લોંચની તારીખની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોનની કિંમતથી માંડીને ફિચર્સ સુધી.
Redmi Note 6 Pro ભારતમાં થયો લોંચ, જાણો કેવા છે ફીચર્સ અને કિંમત

નવી દિલ્હી: ચીની સ્માર્ટ કંપની Xiaomi આજે ભારતમાં પોતાના Redmi Note સીરીઝનો આગામી સ્માર્ટફોન Redmi Note 6 Pro ને લોંચ કર્યો છે. આ સ્માર્ટફોનને પહેલાં જ થાઇલેંડ અને ઇંડોનેશિયામં લોંચ કરવામાં આવ્યો હતો. શાઓમી આ સ્માર્ટફોનને આવતીકાલે એટલે કે 23 નવેમ્બરથી Black Friday Sale 2018 હેઠળ વેચશે. Redmi Note 6 Pro સ્માર્ટફોનના લોંચ વિશે Xiaomi ના કંટ્રી હેડ મનુ કુમાર જૈને ટ્વિટરે જાણકારી આપી હતી. તેમણે પોતાના ટ્વિટર હેંડલ વડે આ ફોનના લોંચની તારીખની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોનની કિંમતથી માંડીને ફિચર્સ સુધી.

— Manu Kumar Jain (@manukumarjain) November 22, 2018

Redmi Note 6 Pro ની કિંમત અને ઉપલબ્ધતા
આ ફોનને એક્સક્લૂસિવિલી ઓનલાઇન શોપિંગ પોર્ટલ Flipkart પરથી ખરીદી શકો છો. આ સ્માર્ટફોનની કિંમત વિશે વાત કરીએ તો તેને 10,000 રૂપિયાથી માંડીને 15,000 રૂપિયા વચ્ચે લોંચ કરવામાં આવી શકે છે. સાથે જ તમે આ ફોનને આવતીકાલે એટલે કે 23 નવેમ્બરના રોજ ઓનલાઇન ખરીદી શકો છો. 

Redmi Note 6 Pro ના સંભવિત ફિચર્સ

ડિસ્પલે
સૌથી પહેલા વાત કરીએ તો આ સ્માર્ટફોનની ડિસ્પ્લેની તો તેમાં 6.26 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનો આસપેક્ટ રેશ્યો 19:9 અને રિઝોલ્યૂશન 2280×1080 પિક્સલ આપવામાં આવ્યો છે. 

પ્રોસેસર
ફોનના પ્રોસેસરની વાત કરીએ તો તેમાં 1.8GHz Qualcomm સ્નૈપડ્રૈગન 636 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ ગ્રાફિક્સની સારી ક્વોલિટી માટે એડ્રિનો 509GPU આપવામાં આવ્યું છે.

સ્ટોરેજ
ફોનમાં હાઇબ્રિડ સિમ કાર્ડ આપવામાં આવ્યું છે એટલે કે તેમાં તમે એક વધારાનું સિમ લગાવી શકો છો અથવા પછી એક માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરો. ફોનની મેમરીને 128GB સુધી વધારી શકો છો. ફોનની રેમ અને સ્ટોરેજ વેરિએન્ટ વિશે લોંચ બાદ જ જાણકારી ઉપલબ્ધ થશે. 

ઓપરેટિંગ સિસ્ટમ
આ ફોન MIUI 10 પર આધારિત એંડ્રોઇડ 8.1 ઓરિયો પર કામ કરે છે. ફોનમાં પાવરફૂલ 4,000 mAh ની બેટરી આપવામાં આવી છે.  

કેમેરો
ફોનના કેમેરા ફિચર્સની વાત કરીએ તો તેમાં ફોટોગ્રાફી માટે ડ્યૂલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેનું પ્રાઇમરી સેંસર .4μm, ડ્યૂલ પીડી ફોકસ, ડ્યૂલ-ટોલ એલઇડી સાથે 12 મેગાપિક્સલનો છે. તો બીજી તરફ સેકેંડરી કેમેરો 5 મેગાપિક્સલનો છે. તો બીજી તરફ ફ્રંટમાં પણ ડ્યૂલ કેમેરો આપવામાં આવ્યો છે. જેમાં Sony IMX376 સેંસર સાથે પ્રાઇમરી ફ્રંટ કેમેરો 20 મેગાપિક્સલનો અને 2 મેગાપિક્સલનો સેકેંડરી ફ્રંટ કેમેરો છે. 

કનેક્ટિવિટી
કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યૂલ 4G VoLTE, બ્લ્યૂટૂથ 5, વાઇ-ફાઇ 802.11 a/b/g/n જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. 

Redmi Note 6 Pro ના મુખ્ય આકર્ષણ
4 કેમેરા, જેમાં ડ્યૂલ ફ્રંટ અને ડ્યૂલ સેલ્ફી
4,000 mAh બેટરી
6.26 ઇંચની ફૂલ એચડી
નવ ઇંચ ડિસ્પ્લે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news