100 MP કેમેરા સાથે Xiaomiનો ફોન Mi MIX Alpha આજે થશે લોન્ચ, જાણો ફીચર્સ

ચાઇનીઝ સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમી (Xiaomi) આજે ચીનમાં પોતાનો નવો સ્માર્ટફોન Mi MIX Alpha લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેનો 100 મેગાપિક્સલનો કેમેરો છે. 

100 MP કેમેરા સાથે Xiaomiનો ફોન Mi MIX Alpha આજે થશે લોન્ચ, જાણો ફીચર્સ

નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમી (Xiaomi) આજે ચીનમાં પોતાનો નવો સ્માર્ટફોન Mi MIX Alpha લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેનો 100 મેગાપિક્સલનો કેમેરો છે. આ સિવાય આ લોન્ચિંગ ઈવેન્ટમાં કંપની તરફથી Mi 9 Pro 5G સ્માર્ટફોન અને 8K Mi TV Proને પણ લોન્ચ કરવામાં આવશે. આ કંપનીનો બીજો 5g સ્માર્ટફોન હશે. આ પહેલા કંપનીએ Mi MIX 3 5Gને લોન્ચ કર્યો હતો. 

આ રીતે જુઓ લોન્ચિંગ ઇવેન્ટ
ચીનમાં લોન્ચ થઈ રહેલા Mi MIX Alphaને તમે ઘરે બેસીને કંપનીના સત્તાવાર યૂટ્યૂબ એકાઉન્ટ પર જોઈ શકશો. 100 મેગાપિક્સલનો ફોન હોવાને કારણે આ મોબાઇલ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. ફોનના લોન્ચિંગ પહેલા તેના ફિચર્સ વિશે ઘણી જાણકારી બહાર આવી ગઈ છે. 

આ નવા ફોનની 100 ટકા સ્ક્રીન-ટૂ-બોડી રેશિયોની સાથે આવવાની આશા છે. જો આ ફોનમાં આ ફીચર આવે છે તો પ્રથમ એવો ફોન હશે જેમાં આ ફીચર હશે. આ સિવાય તે પણ આશા છે કે ફોનમાં સ્નેપડ્રેગન 855+ (Snapdragon 855+) ચિપસેટ હશે. 

Mi MIX Alpha મા Quad HD+ ડિસ્પ્લે આપવામાં આવશે, જેનું સ્ક્રીન રિઝોલ્યુશન 12032 x 9024 પિક્સલ હોવાની આશા છે. ફોનમાં 12 જીબી રેમ હશે અને આ 1 TB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવશે. આ સિવાય બીજા ફોનમાં Mi 9 Proમા પાવર બેકઅપ માટે  4,000 mAhની બેટરી આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news