દમદાર બેટરી અને શાનદાર કેમેરા સાથે લોન્ચ થયો Xiaomi 11i 5G, જાણો કિંમત અને ખાસિયત

આ ફોનમાં 6.67 ઇંચની ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યૂશન 1080x2400 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 20: 9 છે. Xiaomi 11i 5G એક ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેન્શન 920 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. 
 

દમદાર બેટરી અને શાનદાર કેમેરા સાથે લોન્ચ થયો  Xiaomi 11i 5G, જાણો કિંમત અને ખાસિયત

નવી દિલ્હીઃ Xiaomi 11i 5G ને આજે ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ સાથે ચીનની કંપનીએ Xiaomi 11i HyperCharge 5G સ્માર્ટફોનના રૂપમાં લોન્ચ કર્યો છે. બંને ફોન એક જેવા છે. પરંતુ  Xiaomi 11i HyperCharge સ્માર્ટફોન Xiaomi 11i 5G નું હાઈ એન્ડ મોડલ છે. Xiaomi 11i 5G ની ખાસિયતો વિશે વાત કરીએ તો તેમાં 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. ફોન 120Hz સુપર AMOLED ડિસ્પ્લે સાથે આવે છે અને એક ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેન્શન 920  SoC થી લેસ છે. Xiaomi 11i ફોન Redmi Note 11 Pro નું રીબ્રાન્ડેડ વર્ઝન લાગે છે. આ બંને ફોન પાછલા વર્ષે ચીનમાં લોન્ચ થયા હતા. આવો જાણીએ ફોનની કિંમત અને ખાસિયત..

Xiaomi 11i 5G ની કિંમત
Xiaomi 11i 5G ના બેસ 6GB + 128GB મોડલની કિંમત ભારતમાં 24999 રૂપિયા છે. તો ફોન  8GB + 128GB કોન્ફિગરેશન સાથે પણ આવે છે, જેની કિંમત 26999 રૂપિયા છે. નવા વર્ષની રજૂઆત અને કેશબેક છૂટની સાથે કિંમતમાં ઘટાડા બાદ બેસ વેરિએન્ટની પ્રભાવી કિંમત 21499 રૂપિયા થઈ જાય છે.  8GB વેરિએન્ટની કિંમત ઘટીને 23499 રૂપિયા રહી જાય છે. ફોન ચાર કલરમાં આવે છે- કેમો ગ્રીન, પર્પલ, પેસિફિક પર્લ અને સ્ટીલ્થ બ્લેક. Xiaomi 11i નો સેલ 12 જાન્યુઆરીથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે. 

Xiaomi 11i 5G ના સ્પેસિફિકેશન
આ ફોનમાં 6.67 ઇંચની ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યૂશન 1080x2400 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 20: 9 છે. Xiaomi 11i 5G એક ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેન્શન 920 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તે 6GB રેમ અને 8GB રેમની સાથે આવે છે. Xiaomi 11i 5G Android 11 પર ચાલે છે અને તે 5160mAh ની બેટરી સાથે આવે છે જે 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. 

જ્યાં સુધી કેમેરાનો સવાલ છે, Xiaomi 11i 5G માં ત્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં f/1.89 અપર્ચર વાળો 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 0.7 માઇક્રોનનો પિક્સલ સાઇઝ અને 8 મેગાપિક્સલનો કેમેરો છે. f/2.2 અપર્ચર અને 1.0 માઇક્રોનનો પિક્સેલ આકાર. રિયર કેમેરા સેટઅપમાં ઓટોફોકસ છે. તેમાં સેલ્ફી માટે સિંગલ ફ્રંટ કેમેરા સેટઅપ છે, જેમાં  f / 2.45 અપર્ચરવાળો 16 મેગાપિક્સલનો સેન્સર અને 1.0 માઇક્રોનની પિક્સલ સાઇઝ છે. Xiaomi 11i 5G MIUI 12.5 એન્હાંસ્ડ ચલાવે છે, જે Android 11 પર આધારિત છે અને 128જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ પેક કરે છે, જેને માઇક્રોએસડી કાર્ડ (1000GB સુધી) માધ્યમથી વધારી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news