JioPhone Next: બજેટની સાથે-સાથે ફીચર્સમાં પણ આમ આદમી માટે ખાસ છે JioPhone Next, જાણો તમામ વિગત

JioPhone Next : JioPhone Next ને દિવાળીથી ખરીદી શકશો. કિંમતથી લઈને ફીચર્સ સુધી તેમાં ઘણું ખાસ છે જે તેને આમ આદમીનો ફોન બનાવે છે. આ વિસ્તારથી આ ફોનની તમામ વિગતો જાણીએ.
 

JioPhone Next: બજેટની સાથે-સાથે ફીચર્સમાં પણ આમ આદમી માટે ખાસ છે JioPhone Next, જાણો તમામ વિગત

નવી દિલ્હીઃ JioPhone Next: ઓછા પૈસામાં સ્માર્ટફોન લેવાની રાહ જોઈ રહેલા લોકોની આતૂરતાનો અંત પાછલા દિવસોમાં જીયોફોન નેક્સ્ટ (JioPhone Next) ની લોન્ચિંગ સાથે આવ્યો છે. કિંમતથી લઈને ફીચર્સ સુધી આ ફોનમાં ઘણું એવું છે જે તેને આમ આદમીનો ફોન બનાવે છે. આવો વિસ્તારથી જાણીએ આ ફોનમાં શું છે ખાસ..

એક સાથે ફુલ પેમેન્ટની જરૂર નહીં
સ્માર્ટફોન લેવા સમયે આમ આદમી માટે બજેટ સૌથી મોટી સમસ્યા હોય છે. જીયોએ JioPhone Next ને લોન્ચ કરતા સમયે તે વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે. પહેલા તો તેની કિંમત આમ આદમીની બજેટમાં રાખવામાં આવી છે. તો કંપનીએ આ ફોનને પેમેન્ટ ઓપ્શન સાથે ખરીદવાની સુવિધા પણ આપી છે. જો કોઈની પાસે 6400 રૂપિયા નથી, અને તે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નથી તો પણ તે મોબાઇલ ખરીદી શકશે. 

હકીકતમાં કંપનીએ તે માટે Easy EMI નો વિકલ્પ આપ્યો છે. તે હેઠળ ફોનને 1999 રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપીને ખરીદી શકાય છે. ત્યારબાદ બાકી રકમ ઓછામાં ઓછા 300 રૂપિયા દર મહિનાના ઈએમઆઈના રૂપમાં આપી શકાય છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત બની ગઈ છે અને તેને આમ આદમીનો ફોન બનાવી દેવામાં આવ્યો છે.

ફીચર્સ પણ છે ખાસ
ફીચર્સના મામલામાં પણ ફોન ખાસ છે અને ઓછા બજેટમાં અનેક ફીચર્સ આપે છે. આ ફોન  Pragati OS કામ કરે છે. તેમાં 5.45 ઇંચની HD+ (720x1440 Pixel) ડિસ્પ્લે છે. ફોનમાં 3 પ્રોટેક્શનની સાથે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ છે. ફોન  1.3 GHz Qualcomm Snapdragon 215  પ્રોસેસરની સાથે આવે છે. ફોનમાં બે જીબી રેમ અને 16જીબી સ્ટોરેજ ક્ષમતા છે. તેને 512 જીબી સુધી વધારી શકાય છે. કેમેરાની વાત કરીએ તો ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. 

ફોનની બેટરી 3500 mAh ની છે. ફોનમાં ડ્યુઅલ સિમ લાગી શકે છે. તેમાં વોયસ આસિસ્ટન્સ પર પણ ખુબ કામ કરવામાં આવ્યું છે. તમે ઓપન એપ અને મેનેજ સેટિંગ જેવી કમાન્ડ બોલીને પણ સ્માર્ટફોનને ઓપરેટ કરી શકો છો. સૌથી મહત્વનું ફીચર્સ તેનું Read Aloud છે. તે યૂઝર્સને ઓનસ્ક્રીન કન્ટેન્ટ વાંચીને આપશે. આ કન્ટેન્ટ તે ભાષામાં  વાંચશે જેને ઉપયોગ કરનાર સમજે છે. તેમાં ટ્રાન્સલેટનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે, જે સામાન્ય લોકોને કામ આવશે. 

આ રીતે ખરીદી શકો છો
આ ફોનને તમે Jio Mart Digital સ્ટોર પર જઈને ખરીદી શકો છો. આ સિવાય તમે જીયોની વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ પણ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news