WhatsApp Users માટે મોટી ખબર, જાણો માર્ક ઝકરબર્ગે કર્યો શું નવો ફેરફાર

આજકાલ દુનિયાભરમાં મેસેજિંગ માટે લોકો વોટ્સએપનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે વોટ્સએપના માલિકે હવે વધુ એક નવો બદલાવ કર્યો છે.

WhatsApp Users માટે મોટી ખબર, જાણો માર્ક ઝકરબર્ગે કર્યો શું નવો ફેરફાર

નવી દિલ્લીઃ ઈન્સ્ટંટ મેસેજિંગ એપ વ્હોટ્સએપના યુઝર્સ ઘણા સમયથી ઈમોજી રિએક્શન ફીચરની રાહ જોઈને બેઠા હતા. તેવામાં હવે WhatsAppના સીઈઓ માર્ક ઝકર્બર્ગે જાહેરાત કરી છે કે હવે વ્હોટ્સેપમાં હવે ઈમોજી રિએક્શન ફીચરને લાઈવ કરવામાં આવ્યુ છે. હવે વ્હોટ્સએપ યુઝર્સ પોતાની ભાવનાઓને ખુબ જ સારી રીતે વ્યક્ત કરી શક્શે. આવો જાણીએ વ્હોટ્સએપના ઈમોજી રિએક્શન ફીચરને.

આપને જણાવી દઈએ કે વ્હોટ્સએપે લાંબા સમયથી ઈમોજી રિએક્શન ફીચર પર કામ કરી રહ્યું હતું અને યુઝર્સ પણ આ ફીચરની રાહ જોઈને બેઠા હતા. પરંતુ હવે મેટાના સીઈઓ માર્ક ઝકર્બર્ગે પોતાની ફેસબુક પોસ્ટના માધ્યમથી જણાવ્યું છે કે વ્હોટ્સએપનું ઈમોજી રિએક્શન ફીચર લાઈવ થઈ ગયું છે. આ પોસ્ટમાં ઝકર્બર્ગ ઈમોજી રીએક્શન ફીચર શેર કરતાં એવું જણાવ્યું હતું.

હાલમાં કંપનીએ શરૂઆતમાં 6 ઈમોજી રીએક્શનને એડ કર્યું છે. તેમાં આપને થમ્સ અપ, લાફિંગ, સરપ્રાઈઝ, સેડ અને થેંક્સ જેવામાં ઈમોજી મળી રહેશે. પરંતુ એ પણ સ્પષ્ટ જણાવ્યું છે કે આવનારા સમયમાં યુઝર્સને વધુ રોચક ઈમોજી રીએક્શન મળી રહેશે.

આ પ્રકારે ઉઠાવો નવા ફીચર્સનો લાભ-
જો આપ વ્હોટ્સએપના લેટેસ્ટ ફીચરનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો આપને જણાવી દઈએ કે આપ આપના વ્હોટ્સએપ અકાઉન્ટમાં લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવાનું રહેશે. જેવુ અકાઉન્ટ અપડેટ થશે કે આપને નવા ઈમોજી રિએક્શન એડ થઈ જશે. જેના પછી આપ કોઈ પણ વ્યક્તિ સાથે ફીલિંગ્સ શેર કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news