OpenAI Sora creates videos: TEXT લખો અને ચપટી તૈયારી થઇ Video, શું છે આ અને કેવી રીતે થાય છે ઉપયોગ

Text-to-video AI: AI મોડલ, Sora ફક્ત ટેકસ્ટ લખીને ચપટી વગાડતાં વીડિયો બનાવી શકે છે. OpenAI ના Sam Altman અને કેટલાક ટેસ્ટર બતાવી રહ્યા છે, આ ખૂબ જ શાનદાર રીતે વીડિયો બનાવે છે. 
 

OpenAI Sora creates videos: TEXT લખો અને ચપટી તૈયારી થઇ Video, શું છે આ અને કેવી રીતે થાય છે ઉપયોગ

How To use OpenAI Sora: ChatGPT બનાવનાર કંપની OpenAI એ બધાને આશ્વર્યચકિત કરી દીધા છે. તેમણે પોતાના નવા AI મોડલ, Sora, લોન્ચ કર્યું જે ફક્ત ટેકસ્ટ લખીને ગણતરીની મિનિટોમાં વીડિયો બનાવી શકે છે. પરંતુ જ્યારે પહેલાં જ આવી ઘણી AI વસ્તુઓ હાજર છે, તો Sora આટલી ચર્ચામાં કેમ છે. હકિકતમાં જેમ કે OpenAI ના Sam Altman અને કેટલાક ટેસ્ટર બતાવી રહ્યા છે, આ ખૂબ જ શાનદાર રીતે વીડિયો બનાવે છે. અત્યાર સુધી જે વિડીયો સામે આવ્યા છે, તે બિલકુલ અસલી જેવા અને ખૂબ બારીકાઇથી બનેલા છે. 

OpenAI એ પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું કે તે કોમ્યુટરને અસલી દુનિયાની માફક ડગમતી વસ્તુંઓને સમજાવવી અને તે પ્રકાર બનાવવાનું શિખવાડે છે. તેમનો ટાર્ગેટ એવા AI મોડલ બનાવવાનો છે જે લોકોને અસલી દુનિયાની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે. 

શું છે OpenAI Sora?
ઓપનએઆઈ (OpenAI) એ સોરા (Sora) નામનું નવું AI મોડલ બનાવ્યું છે. ટેક્સ્ટમાંથી વિડિયો બનાવવામાં તે ખૂબ જ માહિર છે. તેને જૂની ટેક્નોલોજી DALL.E અને GPT થી મળેલી માહિતીને જોડીને બનાવવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે તે કોઇ ચિત્રને જીવંત પણ કરી શકે છે, એટલે કે, તે તેને મૂવિંગ વીડિયોમાં ફેરવી શકે છે. સોરા એક જ વારમાં આખો વિડિયો બનાવી શકે છે, અથવા ઉપલબ્ધ વિડિયોને વધુ લાંબો બનાવી શકે છે. ઓપનએઆઈ (OpenAI) કહે છે કે સોરા (Sora) માત્ર કહાનીને જ સમજી શકતી નથી, પરંતુ તેને વાસ્તવિક દુનિયા જેવી પણ બનાવી શકે છે. તેમાં, ઘણા લોકો, વિવિધ ક્રિયાઓ અને બારીક બનાવેલી જગ્યાઓ બતાવી શકાય છે. તે માત્ર શબ્દોને જ સમજતી નથી, પણ વાસ્તવિક દુનિયામાં તે કેવો દેખાશે તે વિશે પણ વિચારે છે.

કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?
હમણાં માટે સોરા (Sora) ફક્ત પસંદગીના લોકો માટે જ ઉપલબ્ધ છે. આ એવા લોકો છે જેઓ ખોટી માહિતી, નફરત ફેલાવનાર વસ્તુઓ અને પક્ષપાત જેવી સમસ્યાઓ વિશે જાણકાર છે. આ લોકો તપાસ કરશે કે આ મોડલથી કોઈ નુકસાન થશે કે નહીં. વધુમાં OpenAI કેટલાક કલાકારો, ડિઝાઇનરો અને ફિલ્મ નિર્માતાઓને પણ તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી રહ્યું છે જેથી તેઓ સૂચનો મેળવી શકે અને મોડલને વધુ સુધારી શકે. પરંતુ કંપની ભવિષ્યમાં તેને દરેક માટે ઉપલબ્ધ કરાવવા માંગે છે. કંપનીના બ્લોગમાં લખ્યું છે કે, 'અમે ટૂંક સમયમાં અમારા રિસર્ચને અન્ય લોકો સાથે શેર કરીશું જેથી અમે OpenAI બહારના લોકો પાસેથી પ્રતિસાદ મેળવી શકીએ અને ભવિષ્યમાં AI શું કરી શકશે તેનો અંદાજો લગાવી શકાય.

શું સેફ છે OpenAI Sora?
OpenAI પણ જાણે છે કે આટલા અસલી વીડિયો બનાવનાર આ ટૂલ ખોટા ઉપયોગ માટે કરી શકાય છે. એટલા માટે તેમનું કહેવું છે કે તે તેને બધા માટે ઉપલબ્ધ કરાવતાં પહેલા6 ઘણી જરૂરી સાવધાનીઓ વર્તશે. તેમાં તે વિશેષજ્ઞોની મદદ લેશે જે ખોટી, માહિતી, નફરત ફેલાવનાર વસ્તુઓ અને પક્ષપાત જેવી સમસ્યાઓને સમજાવે છે. આ વિશેષજ્ઞ આ મોડલને સારી રીતે તપાશશે જેથી કોઇ કમી રહી ન જાય. સાથે જ OpenAI એવા ટૂલ બનાવી રહ્યું છે જે ઓળખી શકશે કે કોઇ વીડિયો અસલી છે કે Sora એ બનાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news