iPhone 13 Pro Max ને ટક્કર આપવા આવી રહ્યો છે વીવોનો ધમાકેદાર સ્માર્ટફોન, જાણો ફિચર્સ
વીવો આવતીકાલે 11 એપ્રિલના રોજ સ્પ્રિંગ લોન્ચ ઇવેન્ટ આયોજિત કરી રહ્યું છે. મહિનાના ટીઝ બાદ વીવો ના લોન્ચ ઇવેન્ટમાં વીવો એક્સ ફોલ્ડ, વીવો એક્સ નોટ અને વીવો પેડ ડિવાઇસ લોન્ચ કરવાની આશા છે. ચીનમાં લોન્ચ ટાઇમિંગ 8:30 (ભારતમાં સાંજે 5 વાગે) છે.
Trending Photos
નવી દિલ્હી: વીવો આવતીકાલે 11 એપ્રિલના રોજ સ્પ્રિંગ લોન્ચ ઇવેન્ટ આયોજિત કરી રહ્યું છે. મહિનાના ટીઝ બાદ વીવો ના લોન્ચ ઇવેન્ટમાં વીવો એક્સ ફોલ્ડ, વીવો એક્સ નોટ અને વીવો પેડ ડિવાઇસ લોન્ચ કરવાની આશા છે. ચીનમાં લોન્ચ ટાઇમિંગ 8:30 (ભારતમાં સાંજે 5 વાગે) છે. આ ઇવેન્ટમાં iPhone 13 Pro Max ને ટક્કર આપનાર Vivo X Note લોન્ચ કરવામાં આવશે. તો બીજી તરફ Vivo X Fold પણ Samsung Galaxy Z Fold3 ટકકર આપશે. આ ઇવેન્ટમાં Vivo Pad પણ લોન્ચ થવાનો છે. આવો જાણીએ આ ત્રણેય ડિવાઇસ વિશે...
Vivo X Note
2021 માં ઘણા અલ્ટ્રા-પ્રિમિયમ સ્માર્ટફોન્સ લોન્ચ થયા છે. તેને ટક્કર આપવા માટે વીવો નવા સ્માર્ટફોન લોન્ચ કરશે. જેનું નામ Vivo X Note હશે. આ iPhone 13 Pro Max અને Xiaomi Mi 11 Ultra જેવા ફોન્સને ટક્કર આપશે. આ ફોનમાં QHD + 7-ઇંચ ડિસ્પ્લે હશે. આ ઉપરાંત 5000mAh ની દમદાર બેટરી 80W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. એટલે કે 30 મિનિટમાં ફોન ફૂલ ચાર્જ થઇ જશે.
Apple મચાવશે ધમાલ! iPhone 14 Pro Max ની કિંમતનો થયો ખુલાસો, જાણીને ઝૂમી ઉઠશો
Vivo X Fold
X Fold વીવો બ્રાંડનો પ્રથમ ફોલ્ડેઅલ છે અને તેની ડિઝાઇન સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 3 અને હુઓવેઇ મેટ એક્સ 2 જેવી છે. તેમાં 8 ઇંચ 2K LTPO 3.0 ઇનર ફોલ્ડિંગ OLED પેનલ અને 6.53 ઇંચ ફૂલ HD + બહારી ડિસ્પ્લે સપોર્ટ કરે છે, આંતરિક અને બહારી બંને ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટથી સજ્જ હશે. Vivo X Fold ને ઉદ્યોગનો પ્રથમ ફોલ્ડેબલ પણ કહેવામાં આવે છે તેની 4,600mAh બેટરીને ચાર્જ કરવા માટે 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે