10 ઓગસ્ટથી કાળજી રાખી કરજો Tweet, નહીં તો બ્લોક થઇ જશે એકાઉન્ટ

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર 10 ઓગસ્ટથી લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિઓની હવે ખેર નથી, આવા એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે.

10 ઓગસ્ટથી કાળજી રાખી કરજો Tweet, નહીં તો બ્લોક થઇ જશે એકાઉન્ટ

સાન ફ્રાન્સિસ્કો : માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર કડક હાથ સફાઇના મૂડમાં છે. 10 ઓગસ્ટથી લાઇવ સ્ટ્રિમિંગ દરમિયાન અભદ્ર ટિપ્પણી કરનારા વ્યક્તિઓના એકાઉન્ટ બંધ થઇ શકે છે. ટેકક્રંચના અનુસાર કંપની સતત અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વ્યક્તિઓના એકાઉન્ટની સમીક્ષા કરી અને એને બંધ કરવા પોતાના પેરિસ્કોપ સમુદાયને દિશા નિર્દેશ કરવા માટે તાકીદ કરી ચૂક્યું છે. 

પેરિસ્કોપ બ્લોગપોસ્ટના અનુસાર, એક સુરક્ષિત સેવા બનાવવા માટે અમારા પ્રયાસ સતત ચાલુ છે. જેના ભાગરૂપે લાઇવ પ્રસારણ દરમિયાન કરવામાં આવતી ચેટ દરમિયાન આવા વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. પોસ્ટમાં એ પણ કહેવાયું છે કે પેરિસ્કોપ સમુદાયના આ અંગે સૂચના પણ આપવામાં આવી છે. 

જ્યારે કોઇ વ્યક્તિ અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કરે છે તો પેરિસ્કોપ કેટલાક યુઝર્સને આ ટિપ્પણી અંગે સમીક્ષા કરવા માટે કહેશે કે આ અભદ્ર છે કે નહીં? જો એમાં અભદ્ર અંગેનો મત આવશે તો આ એકાઉન્ટ બ્લોક કરવા કાર્યવાહી કરવામાં આવશે. અમે 10 ઓગસ્ટથી એકાઉન્ટ બ્લોક કરવા અંગે સમીક્ષા કરીશું અને સતત નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને તાકીદે બ્લોક કરાશે. 

જો તમે પણ ટ્વિટર યૂઝર છો તો તમારા માટે પણ એક સૂચના છે. ટ્વિટરે પોતાના 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવા માટે કહ્યું છે. વાસ્તવમાં ટ્વિટરના ઇન્ટરનલ લોગમાં એક બગ મળ્યું છે. જેને ઠીક કરવામાં આવ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news