Twitter ની ચકલી ઉડાડવાની તૈયારીમાં એલન મસ્ક, જાણો કેવો હશે નવો Logo

ટ્વિટરના માલિક એલન મસ્ક ટ્વિટર પર મોટો ફેરફાર કરવાના છે. મસ્કે ટ્વિટરના લોગોમાં ફેરફારની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી ખુદ મસ્કે ટ્વીટ કરી આપી છે. 
 

Twitter ની ચકલી ઉડાડવાની તૈયારીમાં એલન મસ્ક, જાણો કેવો હશે નવો Logo

નવી દિલ્હીઃ Twitter New Logo: ટ્વિટરના માલિક એલન મસ્ક ટ્વિટરમાં ઘણા ફેરફાર કરી રહ્યાં છે. અત્યાર સુધી તેમણે ટ્વિટર યૂઝર્સ માટે નવા નવા નિયમ લાગૂ કર્યા હતા પરંતુ હવે તે ટ્વિટરની ઓળખ બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મસ્કે ટ્વિટરના લોગો 'ચકલી' ને ઉડાળવાની તૈયારી કરી છે. ખુદ મસ્કે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. 

ટ્વિટરના લોકોને બદલવા વિશે તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું- અમે જલદી ટ્વિટર બ્રાન્ડ અને ધીમે-ધીમે બધા પક્ષિઓને અલવિદા કહી દેશું. આ ટ્વીટ બાદ મસ્ક ફરી સોશિયલ મીડિયા પર છવાયા છે. 

— Elon Musk (@elonmusk) July 23, 2023

તમને જણાવી દઈએ કે આ પહેલા એલન મસ્કે ટ્વિટર પર ડીએમ મેસેજ એટલે કે ડાયરેક્ટ મેસેજ સેન્ડ કરવાની લિમિટ લગાવી દીધી છે. હવે યૂઝર્સે DM કવરા માટે કંપનીને ચુકવણી કરવી પડશે. હવે અનવેરિફાઇડ યૂઝર્સ માટે DM ની લિમિટ હશે અને જો લિમિટથી વધુ મેસેજ કરવા છે તો તે માટે બ્લૂ સબ્સક્રિપ્શન લેવું જરૂર છે. 

એલન મસ્કે પોતાના લેટેસ્ટ ટ્વીટમાં તે વાતની જાણકારી આપી છે કે જલદી ટ્વિટરનો લોગો બદલાશે. તેમણે લખ્યું કે અમે જલદી ટ્વિટર બ્રાન્ડ અને ધીમે ધીમે બધા પક્ષિઓને અલવિદા કહીશું. તેણે જણાવ્યું કે આજે રાત્રે એક X ડિઝાઇનનો એક સારો લોગો પોસ્ટ કરવામાં આવે છે તો અમે કાલે દુનિયાભરમાં લાઇવ કરી દેશું. 

— Elon Musk (@elonmusk) July 23, 2023

માનવામાં આવી રહ્યું છે કે ટ્વિટરનો નવો લોગો X ડિઝાઇનથી હશે. તેનું એક કારણ છે કે આ એલન મસ્કની નવી એઆઈ કંપની XAI ને મળે છે. મસ્કે પોતાની મોટા ભાગની કંપનીઓના લોકોમાં X સામેલ કર્યો છે. તેની સ્પેસ એજન્સીનું નામ પણ Space X છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news