Twitter Users ને ઝટકો, હવે ચૂકવવા પડશે પૈસા! એલન મસ્ક કરી રહ્યાં છે આયોજન

Elon Musk Twitter: ન્યૂઝ વેબસાઈટ પ્લેટફોર્મરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એલન મસ્ક દરેક ટ્વિટર યૂઝર્સ પાસેથી ચાર્જ વસૂલવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટરના દરેક યૂઝર્સને ટ્વિટસ બ્લૂ સર્વિસ લેવી પડશે. આ સંબંધે હાલમાં જ ટ્વિટરના કર્મચારીઓ સાથે એલન મસ્કે બેઠક પણ કરી છે.

Twitter Users ને ઝટકો, હવે ચૂકવવા પડશે પૈસા! એલન મસ્ક કરી રહ્યાં છે આયોજન

નવી દિલ્હી: ટ્વિટર યૂઝર્સ માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે. દુનિયાભરમાં ટ્વીટરના કરોડો ઉપભોગતા છે. સોશિયલ નેટવર્કની વાત કરીએ તો ટ્વીટર એ એવું માધ્યમ છેકે, જેના દ્વારા દુનિયાના કોઈપણ ખૂણે બેસીને કોઈપણ વ્યક્તિ દુનિયાભરને પોતાની વાત રજૂ કરી શકે છે. ખાસ કરીને રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મી હસ્તીઓ, સ્પોટ્સ પર્સનાલિટી અને જાહેર જીવન સાથે જોડાયેલી હસ્તીઓ ટ્વિટરનો સૌથી વધારે ઉપયોગ કરતી હોય છે. જોકે, હવે ટ્વીટરના ચુકવવા પડશે પૈસા.

ન્યૂઝ વેબસાઈટ પ્લેટફોર્મરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એલન મસ્ક દરેક ટ્વિટર યૂઝર્સ પાસેથી ચાર્જ વસૂલવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટરના દરેક યૂઝર્સને ટ્વિટસ બ્લૂ સર્વિસ લેવી પડશે. આ સંબંધે હાલમાં જ ટ્વિટરના કર્મચારીઓ સાથે એલન મસ્કે બેઠક પણ કરી છે. શરુઆતના કેટલાંક દિવસો સુધી યુઝર્સ ટ્વિટરનો ઉપયોગ ફ્રીમાં કરી શકશે, પરંતુ એક મહિના બાદ તમને ટ્વિટરની પેડ સર્વિસ ટ્વિટર બ્લૂનું સબ્સક્રિપ્શન લેવું પડશે. એલન મસ્ક ટૂંક સમયમાં નવુ વેરિફિકેશન ફિચર પણ રજૂ કરવાના છે.

ટ્વિટરના નવા માલિક એલન મસ્ક એક પછી એક ઝટકા આપી રહ્યા છે. તેમના બ્લૂ ટીક માટે આઠ ડોલર વસૂલવાના નિર્ણય લેવાયો હોવાની વાત ચર્ચામાં છે. એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એલન મસ્ક દરેક Twitter યૂઝર્સ પાસેથી પૈસા વસૂલવા જઈ રહ્યા છે. જોકે, આ વાત સામે આવતાની સાથે જ દુનિયાભરમાં તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. યૂઝર્સ આ પ્રકારની ફી ચૂકવવા તૈયાર નથી. મોટાભાગના યૂઝર્સ તેનો વિરોધ કરી રહ્યાં છે.

ટ્વિટર બ્લૂ સબ્સક્રાઈબર્સને બ્લૂ ટિક ઓટોમેટિક મળી જશે. પહેલા આ ફિચર માત્ર સંસ્થા, પત્રકાર, સેલેબ્રિટી અને પબ્લિક ફિગને મળતું હતું, જોકે આ પહેલા ફ્રી હતુ અને હવે તેને પેઈડ કરી દેવામાં આવ્યું છે. બ્લૂ ટિક માટે માસિક 8 ડોલરનો ચાર્જ વસૂલવામાં આવશે. ભારતમાં તેની કિંમત કેટલી રહેશે, તે હાલ નક્કી કરવામાં આવ્યું નથી.

ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news