તમારા Smartphone માં જોવા મળી રહી છે આ સાઇન, તો સમજી લો તમારો ફોન થઈ ગયો છે હેક

Smartphone યૂઝર્સ પોતાના ફોનને હેક થવાથી બચાવી શકે છે અને જાણકારી મેળવી શકે છે કે તેનો ફોન કોઈ અન્ય એક્સેસ કરી રહ્યું છે. તે માટે યૂઝર્સને ફોનમાં કેટલાક સંકેત મળે છે, જેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવો જોઈએ.

તમારા Smartphone માં જોવા મળી રહી છે આ સાઇન, તો સમજી લો તમારો ફોન થઈ ગયો છે હેક

નવી દિલ્હીઃ Smartphone આજકાલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણે ઘણા કામ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. તેવામાં જો આપણો સ્માર્ટફોન કોઈ હેકરના હાથમાં આવી જાય તો મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. Android યૂઝર્સ માટે ગૂગલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સિક્યોરિટી ફીચર આવ્યા છે, જેના કારણે સ્માર્ટફોનને હેક થવાથી બચાવી શકાય છે. એટલું જ નહીં જો તમારા સ્માર્ટફોનમાંથી કોઈ ડેટા ચોરી કરવામાં આવી રહ્યો છે, તો તેની જાણકારી મેળવી શકાય છે. તે માટે તમારા સ્માર્ફોનમાં દેખાતી કેટલીક સાઇનનું ધ્યાન રાખવું જોઈએ.

માઇક અને કેમેરા ઇન્ડિકેટર
જ્યારે તમારા સ્માર્ટફોનમાં કોઈપણ એપ કેમેરા કે પછી માઇકને એક્સેસ કરે છે તો સ્ક્રીન પર ઉપરની સાઇડમાં તમારો કેમેરો અને માઇકનું ગ્રીન ઈન્ડિકેટર બ્લિંક કરવા લાગે છે. જો તમે કોઈ એપન ઓપન કરી નથી, છતાં તમારા ફોનની સ્ક્રીનમાં બંને કે તેમાંથી કોઈ એક ઈન્ડિકેટર દેખાઈ રહ્યું છે, જેનો મતલબ છે કે તમારો ફોન કોઈ એક્સેસ કરી રહ્યું છે.

જો તમારા ફોનમાં આવું કોઈ ઈન્ડિકેટર જોવા મળે તો તત્કાલ ફોનની સેટિંગ્સમાં જાવ અને એપ રરમિશનમાં જઈને કેમેરા અને માઇક્રોફોનનું એક્સેસ ઓફ કરી દો. 

ફોન ગરમ થવો
ઘણીવાર હેકર્સ યૂઝર્સના સ્માર્ટફોનમાં મેલવેયર કે વાયરસ મોકલી આપે છે, જે ફોનના બેકગ્રાઉન્ડમાં જઈને ડેટાની ચોરી કરે છે. પરંતુ આમ કરવા પર સ્માર્ટફોન ધીમે-ધીમે ગરમ થવા લાગે છે. ફોનથી ડેટા માઇનિંગ બેકગ્રાઉન્ડમાં થવા પર તે બેટરીનો વપરાશ કરે છે અને બેટરી સતત યૂઝ થવાને કારણે ગરમ થવા લાગે છે. જો તમારો ફોન પણ ઉપયોગ કર્યાં વગર કે ચાર્જિંગમાં લગાવ્યા વગર ગરમ થઈ રહ્યો છે, તો તેનો મતલબ છે કે ફોનના બેકગ્રાઉન્ડમાં ડેટા માઇનિંગ કરવામાં આવી રહ્યું છે.

મોબાઇલ ડેટા ઝડપથી પૂરો થવો
સ્માર્ટફોનમાં જ્યારે કોઈ વીડિયો જુઓ તો પછી મ્યૂઝિક સ્ટ્રીમ કરો છો તો ફોનના ડેટાનો વપરાશ વધુ થાય છે. જો ઓટીટી એપનો ઉપયોગ કર્યાં વગર પણ તમારો ડેટા ઝડપથી ખતમ થઈ રહ્યો છે, તો તે દર્શાવે છે કે સ્માર્ટફોનના બેકગ્રાઉન્ડમાં ડેટા માઇનિંગ કરવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news