ટેલિગ્રામ માટે આવ્યું નવું અપડેટ, આ ફિચર્સ જોઈને WhatsApp ને ભૂલી જશો
ટેલિગ્રામે પહેલાથી જ યુઝર્સને 2GB સુધીની ફાઇલ શેર કરવાની સુવિધા આપી છે. હવે જ્યારે ફાઇલ ડાઉનલોડ થઈ રહી હોય ત્યારે યુઝર્સને સર્ચ બારમાં એક નવું આઈકન દેખાશે.
Trending Photos
નવી દિલ્હીઃ વ્હોટ્સેપનું સ્પર્ધક ટેલિગ્રામમાં એક નવું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે. આ અપડેટ પછી ટેલિગ્રામમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ ફીચર્સ આવ્યા બાદ વોટ્સએપ ઘણું પાછળ રહી ગયું છે. નવા અપડેટમાં, ડાઉનલોડ મેનેજર, ફરીથી ડિઝાઈન કરેલા લોગિન ફ્લો, લાઈવ બ્રોડકાસ્ટ માટે સપોર્ટ અને અન્ય સુવિધાઓ બહાર પાડવામાં આવી છે.
ડાઉનલોડ મેનેજર-
ટેલિગ્રામે પહેલાથી જ યુઝર્સને 2GB સુધીની ફાઇલ શેર કરવાની સુવિધા આપી છે. હવે જ્યારે ફાઇલ ડાઉનલોડ થઈ રહી હોય ત્યારે યુઝર્સને સર્ચ બારમાં એક નવું આઈકન દેખાશે. આ સાથે, તેઓ ડાઉનલોડ મેનેજરને ઍક્સેસ કરી શકે છે જ્યાં તેઓ બધી ડાઉનલોડ કરેલી ફાઈલ જોઈ શકે છે.
નવું એટેચ મેનું-
ટેલિગ્રામ વપરાશકર્તાઓને હવે એક નવું મેનુ મળશે, જેમાંથી તેઓ બહુવિધ ફાઈલો પસંદ કરી અને મોકલી શકશે. ટોચ પર સિલેક્ટેડ પર ટેપ કરીને આ મેનુને ઍક્સેસ કરી શકાય છે. આમાં, ચેટમાં આલ્બમ કેવું દેખાશે તેનો પ્રિવ્યુ કરી શકાય છે. ઉપરાંત, તેણે એન્ડ્રોઈડ એપ માટે ટ્રાન્સપરેન્સી ઈફેક્ટ પણ રજૂ કરી છે.
Redesigned login flow અને Phone number links-
કંપનીએ કહ્યું છે કે તે એન્ડ્રોઈડ અને macOS-આધારિત એપ્સ માટે ફરીથી ડિઝાઈન કરેલા લોગિન ફ્લો જાહેર કરી શકે છે. આ સિવાય યુઝર્સ પોતાની પ્રોફાઈલ માટે એક યુનિક નામ બનાવી શકશે. આ માટે તેમણે સેટિંગ પેજ પર જવું પડશે. આની મદદથી યુઝર્સ પોતાની પ્રાઈવસી માટે ફોન નંબરની જગ્યાએ યુઝરનેમ સર્ચ કરી શકે છે.
Live streaming with other apps
ટેલિગ્રામે અમર્યાદિત લોકો સાથે લાઈવ સ્ટ્રીમિંગ માટે સપોર્ટ પણ બહાર પાડ્યો છે. કંપનીએ કહ્યું કે આ અપડેટ પછી યુઝર્સ સ્ટ્રીમિંગ ટૂલ દ્વારા બ્રોડકાસ્ટ કરી શકશે. આ માટે, તેઓ OBS સ્ટુડિયો અને XSplit બ્રોડકાસ્ટર ટૂલનો ઉપયોગ કરી શકે છે.
નવું t.me પેજ
કંપનીએ પ્લેટફોર્મ પર t.me લિંક્સ પણ બહાર પાડી છે. આ વપરાશકર્તાઓને ટેલિગ્રામ માટે સાઈન અપ કર્યા વિના પણ તેમના બ્રાઉઝર પર પ્રોફાઇલ્સ, પોસ્ટ્સ અથવા સાર્વજનિક ચેનલો જોવાની મંજૂરી આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે