Tata Harrier માલિકો માટે ખુશખબરી, લગાવી શકશે Sunroof, 7 સીટર પણ થશે લોન્ચ
વર્ષની શરૂઆતમાં ટાટા મોટર્સ (Tata Motors) એ Tata Harrier કાર લોન્ચ કરી હતી. પોતાના પ્રાઇસ સેગમેંટમાં આ કારે બજારમાં મજબૂત સ્થાન બનાવ્યું છે. ટાટાની મજબૂતી, હૈરિયરની સુંદરતા અને ફીચર્સ કાર ખરીદનારાઓને આકર્ષે છે.
Trending Photos
નવી દિલ્હી: વર્ષની શરૂઆતમાં ટાટા મોટર્સ (Tata Motors) એ Tata Harrier કાર લોન્ચ કરી હતી. પોતાના પ્રાઇસ સેગમેંટમાં આ કારે બજારમાં મજબૂત સ્થાન બનાવ્યું છે. ટાટાની મજબૂતી, હૈરિયરની સુંદરતા અને ફીચર્સ કાર ખરીદનારાઓને આકર્ષે છે. પરંતુ ઘણા બધા બાયર્સની ફરિયાદ હતી કે તેમાં સનરૂફ (Sunroof) નથી, જેનાથી તે નિરાશ થયા છે. તમને જણાવી દઇએ કે આ પ્રાઇસ સેગમેંટની ઘણી કારમાં સનરૂફ આપવામાં આવી છે. બાર્યર્સની ડિમાંડને ધ્યાનમાં રાખતાં કંપનીએ આ ફીચરને સામેલ કરવાની જાહેરાત કરી છે.
એવામાં જો કોઇ ટાટા હેરિયર ઓનર ઇચ્છે કે તે કારમાં સનરૂફ લગાવે તો તે શોરૂમની વિઝીટ કરી શકે છે. તેની કિંમત 95,000 રૂપિયા હશે. આ કારના બધા વેરિએન્ટ- XE, XM, XT અને XZ માં લગાવી શકાય છે. સનરૂફ Webasto કંપની હશે જે ઓટો સેક્ટરમાં મોટી બ્રાંડ છે. તમને જણાવી દઇએ કે આ ઇલેક્ટ્રિક સનરૂફ હશે. હાલમાં આ ફાઇવ સીટર કાર છે. જાણકારી અનુસાર આગામી સમયમાં કંપની ઓટોમેટિક વર્જન લોન્ચ કરશે જે 7 સીટર હશે.
એક ઓટો વેબસાઇટના અનુસાર સનરૂફને ટાટા હેરિયરના ઓફિશિયલ એસેસરીઝમાં સામેલ કરવામાં આવી છે. મેન્યુઅલ સનરૂફ લગાવવાનો ખર્ચ 25-30 હજાર રૂપિયા વચ્ચે છે. આ તે જ સનરૂફ છે જે Tata Nexon માં લગાવેલું છે. જોકે હેરિયરમાં સનરૂફ જગ્યાએ ફિલ્સ ગ્લાસ રૂફ લગાવેલું છે.
Tata Harrier ની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં બેસ મોડલની કિંમત 12.99 લાખ (એક્સ શો રૂમ) રૂપિયા અને ટોપ મોડલની કિંમત 16.75 લાખ (એક્સ શો રૂમ) રૂપિયા છે. આ કાર 17 kmpl ની માઇલેજ આપે છે. એન્જીન 956 ccનું છે. મેક્સિમમ 138 bhp નો પાવર અને મેક્સિમમ ટોર્ક 350 Nm પેદા કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે