બલેનો છોડો! એટલા બજેટમાં તો આંખ બંધ કરીને આ કાર લઈ લેવાય, સુરક્ષાની રીતે એકદમ જબરદસ્ત

Options Of Baleno: ભારતીય કાર ગ્રાહકોમાં પોતાની સેફ્ટીને લઈને હવે ખુબ જાગૃતતા આવી ગઈ છે. લોકો હવે નવી કારમાં 6-7 લાખ રૂપિયા લગાવતા પહેલા તેના સેફ્ટી ફીચર્સ અને બિલ્ડ ક્વોલિટીની પણ તપાસ કરી રહ્યા છે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ હવે લોકો કાર ખરીદતી વખતે માઈલેજ અને ફીચર્સની સાથે સાથે સેફ્ટી ફિચર્સ અને સ્ટાર રેટિંગ વિશે પણ જાણકારી મેળવી લે છે.

બલેનો છોડો! એટલા બજેટમાં તો આંખ બંધ કરીને આ કાર લઈ લેવાય, સુરક્ષાની રીતે એકદમ જબરદસ્ત

Options Of Baleno: ભારતીય કાર ગ્રાહકોમાં પોતાની સેફ્ટીને લઈને હવે ખુબ જાગૃતતા આવી ગઈ છે. લોકો હવે નવી કારમાં 6-7 લાખ રૂપિયા લગાવતા પહેલા તેના સેફ્ટી ફીચર્સ અને બિલ્ડ ક્વોલિટીની પણ તપાસ કરી રહ્યા છે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ હવે લોકો કાર ખરીદતી વખતે માઈલેજ અને ફીચર્સની સાથે સાથે સેફ્ટી ફિચર્સ અને સ્ટાર રેટિંગ વિશે પણ જાણકારી મેળવી લે છે. જે દર્શાવે છે કે હવે લોકો સફ્ટી ફીચર્સ પ્રત્યે જાગૃત થયા છે. 

ભારતમાં વેચાતી મોટાભાગની બજેટ કારો માઈલેજ તો આપે છે પરંતુ તેમની મજબૂતાઈની વાત કરીએ તો ગગડી જાય છે. દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝૂકીની વાત કરીએ તો કંપનીની મોટાભાગની બેસ્ટ સેલિંગ હેચબેક કારોના જે સેફ્ટી રેટિંગ છે તે નિરાશા સાંપડે તેવા છે. જાન્યુઆરીમાં જે કાર સૌથી વધુ વેચાઈ તે મારુતિ બલેનોને તો GNCAP એ ક્રેશ ટેસ્ટમાં 0 સ્ટાર રેટિંગ આપેલો છે. આ કાર બજારમાં પ્રીમીયમ હેચબેક કાર તરીકે વેચાય છે અને કિંમત જોઈએ તો 6.61 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. 

બલેનો કરતા સારો વિકલ્પ કહી શકાય
બજારમાં કેટલીક એવી પણ કારો વેચાય છે જે બલેનોની કિંમતમાં તમને વધુ સારી સેફ્ટી અને સારી બિલ્ડ કવોલિટી સાથે મળી જાય. માર્કેટમાં બલેનોની જેની સાથે સ્પર્ધા ગણાય છેકે હુંડઈ આઈ20 અને ટાટા અલ્ટ્રોઝ સાથે છે. કિંમત મામલે ત્રણેય કારની લગભગ સમાન કિંમત છે. પરંતુ તેમાં સૌથી સારું ક્રેશ ટેસ્ટ રેટિંગ ટાટા અલ્ટ્રોઝનું છે. જેની કિંમત 6.61 લાખ રૂપિયાથી શરૂ થ ઈ લગભગ 9.88 લાખ (એક્સ શોરૂમ) વચ્ચે હોય છે. બેઝ વેરિએન્ટની વાત કરીએ તો 7.50 લાખ રૂપિયા ઓન રોડ કિંમત પર મળી જાય. 

સેફ્ટી ફીચર્સ
આ કાર ફક્ત ડિઝાઈનની રીતે જ નહીં પરંતુ સેફ્ટી ફિચર્સમાં પણ જરાય કમ નથી. પોતાના સેગમેન્ટમાં ટાટાની આ કાર સૌથી સુરક્ષિત કાર ગણાય છે. ટાટા અલ્ટ્રોઝ ભારતીય બજારમાં વેચાઈ રહેલી એકમાત્ર હેચબેક કાર છે જે 5 સ્ટાર ગ્લોબલ NCAP  સેફ્ટી રેટિંગ સાથે મળે છે. અલ્ટ્રોઝને એડલ્ટ સેફ્ટીમાં 5 સ્ટાર અને ચાઈલ્ડ સેફ્ટીમાં 3 સ્ટાર રેટિંગ મળેલું છે. બીજી બાજુ હોન્ડાઈ આઈ20ની વાત કરીએ તો તેને ક્રેશ ટેસ્ટમાં ફક્ત 3 સ્ટાર મળેલા છે. જ્યારે બલેનોને તો સાવ શૂન્ય રેટિંગ મળેલું છે. ટાટા અલ્ટ્રોઝમાં બે એરબેગ (ડ્રાઈવર, પેસેન્જર), ચાઈલ્ડ સીટ માટે એંકર પોઈન્ટ, ચાઈલ્ડ લોક, ઓવરસ્પીડ વોર્નિંગ, સ્પીડ સેન્સિંગ ડોર લોક, એન્ટી થેફ્ટ એન્જિન ઈમોબિલાઈઝર, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, સેન્ટ્રલ લોકિંગ , જેવા ફીચર્સ સ્ટાન્ડર્ડ રીતે અપાયેલા છે. 

અલ્ટ્રોઝ 3 એન્જિન વિકલ્પોમાં વેચાય છે. જેમાં પહેલું 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન, બીજુ 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન અને ત્રીજુ 1.5 લીટર ડીઝલ એન્જન છે જે 90 બીએચપીનો પાવર અને 200 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. ત્રણેય એન્જિનની સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ ઉપલબ્ધ છે. પેટ્રોલમાં આ કાર 19.33 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. જ્યારે એક કિલોગ્રામ સીએનજીમાં કાર 26.2 કિલોમીટર સુધી દોડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news