Tata Altroz EV ફક્ત 1 કલાકમાં થઇ જશે ચાર્જ અને દોડશે 300 Km

આ કારની લંબાઇ 3988 mm, પહોળાઇ 1754 mm, ઉંચાઇ 1505 mm અને વીલબેસ 2501 mm છે. કંપનીએ અત્યારે ઇલેક્ટ્રિક અલ્ટ્રોઝની બેટરી અથવા મોટરની કેપેસિટીની જાણકારી આપી નથી.

Tata Altroz EV ફક્ત 1 કલાકમાં થઇ જશે ચાર્જ અને દોડશે 300 Km

Tata Motors એ જિનેવા મોટર શોમાં પોતાની નવી ઇલેક્ટ્રિક કાર Altroz EV લોકોની લોકોની સમક્ષ રજૂ કરવામાં આવી. Tata Altroz EV કંપનીની પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝ પર આધારિત છે. અલ્ટ્રોઝ ઇલેક્ટ્રિક ટાટાના નવા આલ્ફા પ્લેટફોર્મ પર આધારિત પ્રથમ ઇલેક્ટ્રિક કાર હશે. કેટલાક કોસ્મેટિક ફેરફારને છોડી દો, તો આ કાર અલ્ટ્રોઝના રેગ્યુલર વર્જનની માફક જ દેખાય છે. 

ટાટા અલ્ટ્રોઝ ઇલેક્ટ્રિકને 2020માં લોન્ચ કરવામાં આવશે. જોકે આ પહેલાં તેની કેટલીક ડીટેલ્સ સામે આવી છે. કંપનીના અનુસાર આ ઇલેક્ટ્રિક કારમાં સિંગલ સ્પીડ ગિયરબોક્સની સાથે પરમનેંટ મેગ્નેટ એસી મોટ લાગેલી મળશે. તેની બેટરી કેપેસિટીની જાણકારી પણ સામે આવી નથી, પરંતુ આ કાર એકવાર ચાર્જ કરતાં 250 થી 300 કિલોમીટરનું અંતર કાપશે. 

Maruti વૈગનઆરનું સીએનજી વેરિએન્ટ લોન્ચ, 4.84 લાખ મળશે આ ખૂબીઓ

લીક થયેલી ડીટેલ્સના અનુસાર અલ્ટ્રોઝ ઇલેક્ટ્રિક માત્ર 60 મિનિટમાં 80 ટકા ચાર્જ થઇ જશે. તેમાં માનવામાં આવી રહ્યું છે કે ફાસ્ટ ડીસી ચાર્જર ફીચર્સની સજ્જ હશે. આ કારની લંબાઇ 3988 mm, પહોળાઇ 1754 mm, ઉંચાઇ 1505 mm અને વીલબેસ 2501 mm છે. કંપનીએ અત્યારે ઇલેક્ટ્રિક અલ્ટ્રોઝની બેટરી અથવા મોટરની કેપેસિટીની જાણકારી આપી નથી.
જિનેવા મોટર શોમાં ટાટા મોટર્સની ધૂમ, Altroz અને H2X ને કરી લોન્ચ
ફોટો સાભાર: ટાટા મોટર્સ

ટાટા મોટર્સ અલ્ટ્રોઝ ઇલેક્ટ્રિક પહેલાં આ વર્ષની બીજી છમાસિકમાં અલ્ટ્રોઝના રેગ્યુલર વર્જનને લોન્ચ કરશે. ટાટા અલ્ટ્રોઝને ત્રણ એન્જીન ઓપ્શનમાં લોન્ચ કરવાની સંભાવના છે. તેમાં એક ટિયાગોવાળા 1.2 લીટર પેટ્રોલ એન્જીન હશે, જ્યારે બીજું નેક્સન એસયૂવીવાળું 1.2 ટર્બો પેટ્રોલ એન્જીન હશે. આ ઉપરાંત તેમાં નેક્સનવાળું 1.5 લીટર ડીઝલ એન્જીન આપવામાં આવી શકે છે. અલ્ટ્રોઝની કિંમત 5.5 લાખથી 8.5 લાખ રૂપિયા વચ્ચે હોઇ શકે છે. માર્કેટમાં અલ્ટ્રોઝની ટક્કર મારૂતિ બલેનો અને હ્યુન્ડાઇ આઇ20 સાથે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news