આ તારીખે ભારતમાં લોન્ચ થઈ શકે છે Samsung Galaxy સિરીઝ, જાણો કિંમચ અને ફીચર્સ
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભારતીય બજારમાં આ સ્માર્ટફોન 6 માર્ચે લોન્ચ કરવામાં આવશે અને તેનું વેચાણ 15 માર્ચથી શરૂ થશે.
Trending Photos
નવી દિલ્હીઃ થોડા સમયમાં Samsung Galaxy S10 લોન્ચ થવાનો છે. ઈ-કોમર્સ વેબસાઇટ Flipkart એ આ સ્માર્ટફોનનું ટીઝર રિલીઝ કર્યું છે. સેમસંગ એક સિરીઝ હેઠળ ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. લોન્ચિંગ ઈવેન્ટ સેન ફ્રાંન્સિસ્કોમાં 20 ફેબ્રુઆરીએ યોજાશે. 20 ફેબ્રુઆરીએ Galaxy S10, S10+ અને S10e લોન્ચ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સમાં તે પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ઈવેન્ટમાં વાયરલેસ ઈયરફોન Galaxy Buds અને Galaxy Watch Active પણ લોન્ચ કરવામાં આવશે. આશા કરવામાં આવી રહી છે કે ભારતીય બજારમાં આ સ્માર્ટફોન 6 માર્ચે લોન્ચ કરવામાં આવશે અને તેનું વેચાણ 15 માર્ચથી શરૂ થશે.
એક રિપોર્ટ પ્રમાણે Galaxy S10 લાઇટની કિંમત 50 હજાર રૂપિયા, Galaxy S10ની કિંમત 65 હજાર રૂપિયા, Galaxy S10+ ની કિંમત 75 હજાર રૂપિયાની આસપાસ હોય શકે છે. Galaxy S10+ ટોપ વેરિએન્ટની કિંમત 1 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.
ફીચરની વાત કરીએ તો તમામ મોડલમાં સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર હશે. આ સ્માર્ટફોન સેમસંગ દ્વારા ડેવલોપ કરાયેલા One UI પર કામ કરશે જે એન્ડ્રોઇડ પર આધારીત છે. બેટરી 3000mAh થી 4000mAh વચ્ચે હશે. ડિસ્પ્લે 6.11 ઇંચથી લઈને 6.44 ઇંચ સુધી હશે. ત્રણેય સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે પંચહોલ કેમેરા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે