રશિયાને સૌથી મોટો ફટકો! Adidas થી લઈને Google સુધી, હવે નહીં મળે આ બ્રાન્ડસની પ્રોડક્ટ અને સર્વિસ!

બ્રાન્ડસની વાત કરીએ તો ઘણા બ્રાન્ડ્સે રશિયા વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લેતા ત્યાં પોતાની પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અહેવાલ વચ્ચે એક તસવીર ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

 રશિયાને સૌથી મોટો ફટકો! Adidas થી લઈને Google સુધી, હવે નહીં મળે આ બ્રાન્ડસની પ્રોડક્ટ અને સર્વિસ!

નવી દિલ્હી: જ્યારથી રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડ્યું છે ત્યારથી વિશ્વએ પુતિન સામે મોરચો માંડ્યો છે. તેમાં રશિયાના નાગરિક, બીજા દેશોની સરકાર અને મોટી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. તમામે રશિયાના રાષ્ટ્રપતિના આ આક્રમક વલણની નિંદા કરી છે અને તેને લઈને મોટું કદમ ઉઠાવ્યું છે.

બ્રાન્ડસની વાત કરીએ તો ઘણા બ્રાન્ડ્સે રશિયા વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લેતા ત્યાં પોતાની પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અહેવાલ વચ્ચે એક તસવીર ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે બ્રાન્ડ્સના લોગો છે જેમણે સંપૂર્ણપણે અથવા અમુક અંશે રશિયન બજારમાં તેમના ઉત્પાદનો અથવા સેવાઓ આપવાનો ઇનકાર કર્યો છે.

1- મોટી રશિયન બેંકોને Swift Payment સિસ્ટમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ બેંકોના ગ્રાહકો હવે વસ્તુઓની નિકાસ અથવા આયાત કરતી વખતે SWIFT દ્વારા ચુકવણી મેળવી કે કરી શકશે નહીં. રશિયન સરકાર આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોમાંથી બહાર ફેંકાઈ ગયું છે.

2- Apple Inc. રશિયન ઓનલાઈન સ્ટોર્સ પર તેના ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે. તેની સાથે એપલ પે, ગૂગલ પે, સેમસંગ પે પણ રશિયામાં કામ કરી રહ્યાં નથી. PayPal એ રશિયન બેંક કાર્ડ્સ સાથે વ્યવહારો સ્થિર કર્યા છે.

3- YouTube એ સમગ્ર યુરોપમાં રશિયન-આધારિત મીડિયા ચેનલો RT અને Sputnik ને બ્લોક કરી દીધી છે.

4- ઓડી, વોલ્વો, જગુઆર, લેન્ડ રોવર, બીએમડબ્લ્યુ, મર્સિડીઝ, સિટ્રોએન, જનરલ મોટર્સ, ફોર્ડ અને સ્કોડાએ રશિયન ઓટોમોબાઈલ માર્કેટ છોડી દીધું છે.

5- લગભગ 32 દેશોએ રશિયન એરક્રાફ્ટ માટે પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે. આ દેશોમાં અમેરિકા, કેનેડા, બ્રિટન અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

6- વિશ્વના સૌથી મોટા પ્રોસેસર manufacturers Intel અને AMD એ રશિયાને સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે.

7- Nike એ રશિયાને તેના ઉત્પાદનોનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેની સાથે, ત્યાં ડિલિવરી કરતા તેના ઓનલાઈન સ્ટોર્સને બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Euromaidan Press એ એક ફોટો શેર કર્યો. આમાં તમે જોઈ શકો છો કે Adidas, Amazon, BBC, Google, Cocacola, Sony, Zoom, FIFA, Dell, NOKIA જેવા મોટા નામ સામેલ છે.

— Euromaidan Press (@EuromaidanPress) March 4, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news