Tiktok બાદ આ એપ થઈ રાતોરાત પોપ્યુલર, 6.5 કરોડ યુઝર્સ વધ્યાં

સીમા પર ચીનની સાથે અથડામણ વચ્ચે દેશમાં બંધ કરાયેલ 59 ચીની એપની અસર જોવા મળી છે. સોમવારે રાત્રે આ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ મંગળવારે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી ભારતમાં અનેક ચીની એપને હટાવી દેવામાં આવી છે. અનેક ગ્રાહકોએ જણાવ્યું કે, હવે એપ સ્ટોર પર સૌથી લોકપ્રિય એપ ટિકટોક નથી. ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી તેને હટાવી દેવાઈ છે. જોકે, અન્ય એપ વિશે કોઈ માહિતી નથી મળી કે, તેને એપ સ્ટોરમાંથી હટાવવામાં આવી છે કે નહિ. દેશમાં ટિકટોકની વેબસાઈટ પણ બંધ થઈ ગઈ છે. ટિકટોક દેશમાં અંદાજે 2000 લોકોને રોજગારી આપતી હતી. 

Tiktok બાદ આ એપ થઈ રાતોરાત પોપ્યુલર, 6.5 કરોડ યુઝર્સ વધ્યાં

ઝી મીડિયા/બ્યૂરો :સીમા પર ચીનની સાથે અથડામણ વચ્ચે દેશમાં બંધ કરાયેલ 59 ચીની એપની અસર જોવા મળી છે. સોમવારે રાત્રે આ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ મંગળવારે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી ભારતમાં અનેક ચીની એપને હટાવી દેવામાં આવી છે. અનેક ગ્રાહકોએ જણાવ્યું કે, હવે એપ સ્ટોર પર સૌથી લોકપ્રિય એપ ટિકટોક નથી. ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી તેને હટાવી દેવાઈ છે. જોકે, અન્ય એપ વિશે કોઈ માહિતી નથી મળી કે, તેને એપ સ્ટોરમાંથી હટાવવામાં આવી છે કે નહિ. દેશમાં ટિકટોકની વેબસાઈટ પણ બંધ થઈ ગઈ છે. ટિકટોક દેશમાં અંદાજે 2000 લોકોને રોજગારી આપતી હતી. 

ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર, કોવિડની ટ્રીટમેન્ટમાં વપરાતા ઈન્જેક્શનો અપાયા    

આ વચ્ચે ભારતમાં વિકસીત ટિકટોક જેવી જ એપ રોપસો (Roposo App) એ કહ્યું કે, પ્રતિબંધ બાદ અનેક ટિકટોક ગ્રાહકો તેમના પ્લેટફોર્મ પર આવ્યા છે. તેમાંથી એ લોકો પણ છે જેઓ ટિકટોથી બહુ જ પ્રભાવિત હતા. કંપનીનો દાવો છે કે, તેમના ગ્રાહકોની સંખ્યા હવે 6.5 કરોડથી વધી ગઈ છે. 

કોરોનાએ માથુ ઉંચકતા અમરેલીમાં 144 ધારા લાગુ કરાઈ, તો કચ્છમાં કોરોનાના આંકમાં ઉછાળો

કેટલાક ગ્રાહકોના અનુસાર, મંગળવારે કેટલાક સમય સુધી તેઓ ટિકટોકનો ઉપયોગ કરવામાં સક્ષમ હતા. દેશમાં ટિકટોકના અંદાજે 20 કરોડ ગ્રાહકો હતા. ટિકટોક ઓપન કરવા પર એક મેસેજ પણ લખેલો જોવા મળે છે. તેમાં લખ્યું છે કે, પ્રિય ગ્રાહકો, અમે ભારત સરકારના 59 એપ પર પ્રતિબંધનું પાલન કરવાના પ્રોસેસમાં છે. ભારતમાં અમારા તમામ ગ્રાહકોના અંગત ડેટાની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 

ભારતમાં લાગેલા આ પ્રતિબંધથી ચીનની ઈન્ટરનેટ કંપનીઓને ઝટકો લાગશે. કેમ કે, ભારત દુનિયાનું સૌથી તેજીથી વધતું મોબાઈલ માર્કેટ છે. ગેટવે હાઉસના ડાયરેક્ટર બ્લેક ફર્નાન્ડીઝનું કહેવું છે કે, દેશમાં ચાર પ્રમુખ પ્રકારની ચીનની એપ કામ કરી રહી છે. આ એપ આર્થિક ગતિવિધીઓ, સેવા, સૌંદર્ય અને રણનીતિક ક્ષેત્રો સાથે જોડાયેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news