Nokia C3 સ્માર્ટફોન થયો લોન્ચ, કિંમત 8 હજારથી પણ ઓછી હોવાની આશા

નોકિયા (Nokia) ખૂબ જલદી એકદમ ઓછી કિંમતમાં સ્માર્ટફોન આપનાર છે. HMD Global એ બજારમાં Nokia C3 નામથી બજેટ સ્માર્ટફોન (Budget Smartphone) ઉતાર્યો છે. કંપનીએ સૌથી પહેલાં આ સ્માર્ટફોનને ચીન (China)માં લોન્ચ કર્યો છે.

Nokia C3 સ્માર્ટફોન થયો લોન્ચ, કિંમત 8 હજારથી પણ ઓછી હોવાની આશા

નવી દિલ્હી: નોકિયા (Nokia) ખૂબ જલદી એકદમ ઓછી કિંમતમાં સ્માર્ટફોન આપનાર છે. HMD Global એ બજારમાં Nokia C3 નામથી બજેટ સ્માર્ટફોન (Budget Smartphone) ઉતાર્યો છે. કંપનીએ સૌથી પહેલાં આ સ્માર્ટફોનને ચીન (China)માં લોન્ચ કર્યો છે. તેની કિંમત પણ ખૂબ ઓછી રાખવામાં આવી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જલદી તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.  

એકદમ ઓછી કિંમત
ચીનમાં Nokia C3 સ્માર્ટફોનને બે કલરમાં લોન્ચ કરવામાં આવી છે. Nokia C3 સ્માર્ટફોનની કિંમત 699 ચીની યુઆન (લગભગ 7,500 રૂપિયા) રાખવામાં આવી છે. આ મુજબથી ભારતમાં પણ આ ફોન આ કિંમતની આસપાસ વેચાશે. 

આ છે સ્પેસિફિકેશન્સ
કંપની દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર નોકિયાના આ નવા હેન્ડસેટમાં 5.99 ઇંચ HD+ Screen અને એંડ્રોઇડ 10 (Android 10) જેવી ખૂબીઓ છેલ ફોન નોર્ડિક બ્લૂ અને ગોલ્ડ સેન્ડ કલરમાં મળશે. નોકિયાનાઅ આ ફોનમાં રિયર ફિંગરપ્રિંટ સેન્સર (Fingerprint Sensor) આપવામાં આવ્યું છે. ફોનમાં કિનારે એક Xpress બટન છે જેના વડે ગૂગલ આસિસ્ટેટ (Google Assistance) એક્ટિવ કરવામાં આવે છે. અથવા પછી તેના પર ડબલ ક્લિક અથવા લોન્ગ-પ્રેસ કરી કોઇ બીજી એપ ખોલી શકાય છે. 

પ્રોસેસર પણ દમદાર
કંપની એટલી ઓછી કિંમતમાં 1.6 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર Unisoc SC9863A પ્રોસેસર આપી રહી છે. ફોનમાં ગ્રાફિક્સ માટે IMG8322 GPU આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઝડપી કામ માટે તેમાં 3GB RAM પણ આપવામાં આવી છે. આ ફોનમાં તમને 32જીબીની ઇનબિલ્ટ સ્ટોરેજ મળશે. એક MicroSD કાર્ડની મદદથી 400 જીબી સુધી વધારી શકાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news