WhatsAppનું નવું અપડેટ! હવે યુઝર્સને મેસેજ Send કર્યા પછી પણ Edit કરવાની સુવિધા મળશે

WhatsApp New Update: વોટ્સએપનો ઉપયોગ મોટા ભાગના લોકો દ્વારા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન તરીકે કરવામાં આવે છે. વોટ્સએપે પોતાના યુઝર્સ માટે એપમાં એક નવું ફીચર એડ કર્યું છે. આના ઉપયોગથી મેસેજમાં થતી ભૂલો સુધારી શકાશે.

WhatsAppનું નવું અપડેટ! હવે યુઝર્સને મેસેજ Send કર્યા પછી પણ Edit કરવાની સુવિધા મળશે

WhatsApp Edit Message New Update:  મોટાભાગના લોકો WhatsAppનો ઉપયોગ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન તરીકે કરે છે. WhatsApp એ મેસેજિંગ માટે વધુ અનુકૂળ એપ છે અને મેસેજ તરત જ રીસીવર સુધી પહોંચે છે. ઘણી વખત કેટલાક લોકો WhatsApp પર મેસેજ કરતી વખતે વધુ ભૂલો કરે છે. આવી સ્થિતિમાં આ મેસેજને ડીલીટ કરી દેવાનો એકમાત્ર વિકલ્પ હતો. પરંતુ હવે જો વોટ્સએપ પર મેસેજ કરતી વખતે કોઈ ભૂલ થાય તો તમે તેને એડિટ કરી શકો છો. 

whatsapp નું નવું ફીચર
વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા ઝડપથી તેની પ્રોડક્ટ્સમાં ફેરફાર કરી રહી છે. ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વોટ્સએપમાં મેસેજ એડિટ કરવાની સુવિધા ઉમેરવામાં આવી છે. સંદેશ બદલવા માટે, તમારે ખૂણા પરના 3 બિંદુઓ પર ક્લિક કરવું પડશે. આ પછી તમારે એડિટ મેસેજના ઓપ્શનમાં જઈને મેસેજ બદલવો પડશે. આ પછી મોકલેલ મેસેજ પણ તમારા અનુસાર બદલાઈ જશે. જો કે રીસીવર ચોક્કસપણે જાણશે કે તમે મેસેજ બદલ્યો છે, પરંતુ તે એ જાણી શકશે નહીં કે તમે મેસેજમાં શું ફેરફાર કર્યા છે.

મહત્વની વાત 
આ સુવિધાની પણ ઘણી મર્યાદાઓ છે. જો તમે મલ્ટી-ડિવાઈસમાં સમાન વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમને એડિટ કરવાનો વિકલ્પ મળશે નહીં. સરળ ભાષામાં સમજીએ તો, જો તમે એક ડિવાઈસમાંથી મેસેજ મોકલ્યો હોય અને પછી બીજા ડિવાઈસમાં તમારું WhatsApp લોગિન કર્યું હોય, તો જો તમે બીજા ડિવાઈસથી લોગિન કરો તો આ મેસેજ એડિટ કરી શકાશે નહીં. તમને એ જ ડિવાઈસમાં મેસેજ એડિટ કરવાનો વિકલ્પ મળશે..

આ પણ વાંચો:
ભારતના આ રાજ્યમાં કર્મચારી કામ કરતાં કરતાં પી શકશે બીયર અને વાઈન, કારણ છે ચોંકાવનારુ
Budh Margi 2023: આજથી બદલી જશે આ 5 રાશિના લોકોના દિવસો, બુધ માર્ગી થઈ ધનના કરશે ઢગલા
Most Beautiful Women's: સૌથી સુંદર હોય છે આ દેશોની મહિલાઓ, જોતા જ ગમી જશે એની ગેરંટી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news