LG લોન્ચ કરશે રોટેટિંગ સ્માર્ટફોન Wing, આટલી હશે કિંમત
દક્ષિણ કોરિયાઇ કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ (LG Electronics) બજારમાં જલદી જ પોતાના રોટેટિંગ ફોર્મ ફેક્ટર સાથે નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી છે. આ ફોનને તેણે વિંગ (Wing) નામ આપ્યું છે. તેની કિંમત 840 ડોલર આસપાસ રહેવાની આશા છે.
Trending Photos
સિયોલ: દક્ષિણ કોરિયાઇ કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ (LG Electronics) બજારમાં જલદી જ પોતાના રોટેટિંગ ફોર્મ ફેક્ટર સાથે નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી છે. આ ફોનને તેણે વિંગ (Wing) નામ આપ્યું છે. તેની કિંમત 840 ડોલર આસપાસ રહેવાની આશા છે. એલજીએ કહ્યું કે તેનો આ નવો સ્માર્ટફોન 14 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે.
એલજીના અનુસાર તેમનું આ નવો ડુઅલ સ્ક્રીન સ્માર્ટફોઅન પોતાના પ્રોજેક્ટ નામે જ ઓળખાશે. આ પહેલાં કંપનીએ ઘણા નામ પર વિચાર કર્યો, જેમાં સ્વિંગ પણ હતું. પરંતુ અંતે કંપનીએ વિંગ નામ સાથે જવાનો નિર્ણય કર્યો.
6.8 ઇંચની હશે સ્ક્રીન
કંપનીએ આ ફોનને લોન્ચ માટે વીડિયો ઇન્વિટેશન મોકલી દીધા છે પરંતુ અત્યાર સુધી તેની વિશેષતાઓ ખુલાસો કરવામાં આવ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે આ ફોનની મેન સ્ક્રીન 6.8 ઇંચ હશે જ્યારે તેની સેકેન્ડરી સ્ક્રીન ચાર ઇંચની હોય શકે છે. સાથે જ કંપનીએ આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ લગાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં મેન સેન્સર 64 મેગા પિક્સલનો હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે