Audi એ લોન્ચ કરી 2 નવી Electric Car, સિંગલ ચાર્જમાં મળશે 600Km ની રેન્જ, જાણો કિંમત અને ફીચર્સ
Audi Launched 2 New Electric Car: Audi એ આજે ભારતમાં પોતાની Audi Q8 e-tron (ઓડી ક્યૂ8 ઈ-ટ્રોન) અને Audi Q8 Sportback (ઓડી ક્યૂ8 સ્પોર્ટબેક) ને સત્તાવાર રીતે લોન્ચ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Audi Launched 2 New Electric Car: લગ્ઝરી કારનો શોખ રાખો છો તો આ સમાચાર તમારા માટે છે. જર્મનીની કાર નિર્માતા કંપની ઓડી (Audi)એ આજે ભારતીય બજારમાં 2 નવી ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરી છે. ઓડીએ ભારતમાં આજે પોતાની નવી Audi Q8 e-tron અને Audi Q8 Sportback ને સત્તાવાર રીતે લોન્ચ કરી છે. જેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત કંપનીએ 1,13,70,000 રાખવામાં આવી છે.
સિંગલ ચાર્જ પર 600km ની રેન્જ
કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ઓડી ક્યૂ8 ઈ-ટ્રોન અને ઓડી ક્યૂ8 સ્પોર્ટબેક ( Audi Q8 e-tron & Audi Q8 Sportback)નવી ડિઝાઇનની કારો છે. નવા ફીચર્સની સાથે તેની બેટરી ક્ષમતા પણ વધારે છે. આ બંને કારો વધુ રેન્જ અને સારા ડ્રાઇવિંગનો અનુભવ આપે છે. આ બે પ્રકારની બોડી ટાઈપ-એસયૂવી અને સ્પોર્ટબેકમાં મળે છે. એકવાર ચાર્જ થવા પર 600 કિલોમીટરની રેન્જ આપે છે.
નવી ઓડી ક્યૂ8 ઈ-ટ્રોન નવ એક્સટીરિયર રંગોના વિકલ્પોમાં હાજર હશે. તેમાં મેડિરા બ્રાઉન, ક્રોનોસ ગ્રે, ગ્લેશિયર વ્હાઇટ, માઇથોસ બ્લેક, પ્લાઝ્મા બ્લૂ, સોનેરા રેડ, મેગ્નેટ ગ્રે, સિયામ બીઝ અને મેનહટન ગ્રે સામેલ છે. કારના ઈન્ટીરિયર્સમાં નવી ક્યૂ8 ઈ-ટ્રોનમાં ત્રણ કલર- ઓકાપી બ્રાઉન, પર્લ બેઝ અને બ્લેક રંગ ઓફર કરવામાં આવ્યા છે.
Audi Q8 e-tron ની ડિઝાઇન
ઓડી ક્યૂ8 ઈ-ટ્રોનની ડિઝાઇન હાઇલાઇટ્સમાં સામેની તરફ એક બ્લેક આઉટ ગ્રિલ, એક નવો મોનોક્રોમ 2ડી ઓડી લોગો, બંને તરફ મોટા એર ઇનટેકની સાથે એક અપડેટેડ ફ્રંટ બમ્પર ડિઝાઇન, નવી રીતે તૈયાર કરેલ રિયર બમ્પર, 20 ઇંચ એલોય વ્હીલ્સ અને અન્ય વસ્તુ સામેલ છે.
કેબિનમાં ઓડી Q8 ઈ-ટ્રોન ઘણા ફીચર્સથી લેસ છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં 16-સ્પીકર બેંગ અને ઓલ્ફસેન સાઉન્ડ સિસ્ટમ, મસાજ અને મેમોરી ફંક્શનની સાથે વેન્ટિલેટેડ ફ્રંટ સીટો, પેનોરમિક સનરૂફ, 360 ડિગ્રી કેમેરા, 10.1 ઇંચ મેન ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન, એચવીએસીને કંટ્રોલ કરવા માટે તેની નીચે બીજી સ્ક્રીન અને અન્ય વસ્તુ સામેલ છે.
કેટલી સેકેન્ડમાં પકડે છે 0-100 kph ની ગતિ
ઓડી ક્યૂ8 ઈ-ટ્રોનમાં એક 114kWh નું બેટરી પેક મળે છે, જે 600 કિમી WLTP સાઇકલ રેન્જ આપવામાં સક્ષમ છે. તેમાં બે ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે કમ્બાઇન્ડ રીતે 408 hp પાવર અને 664 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર માત્ર 5.6 સેકેન્ડમાં 0-100kph ની ગતિ પકડવામાં સક્ષમ છે. આ કારની સાથે એક 22kW AC ચાર્જર મળશે, પરંતુ તે 170kW DC ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.
એસી ચાર્જરની સાથે તેને છ કલાકની અંદર 0-100 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. જ્યારે ડીસી ફાસ્ટ ચાર્જગની સાથે તેને 31 મિનિટમાં 10-80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. ચાર્જિંગ માટે આ કારમાં બંને તરફ ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે