માત્ર 2599 રુપિયામાં JioPhone Prima 4G ફીચર ફોન લોન્ચ, યૂઝર્સને મળશે શાનદાર સુવિધા

JioPhone Prima 4G એક ફીચર ફોન છે, જેને 2600થી ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 4જી કનેક્ટિવિટી આપવામાં આવી છે. આવો આ ફોનના ફીચર્સ વિશે જાણીએ. 
 

માત્ર 2599 રુપિયામાં JioPhone Prima 4G ફીચર ફોન લોન્ચ, યૂઝર્સને મળશે શાનદાર સુવિધા

નવી દિલ્હીઃ ઈન્ડિયન મોબાઇલ કોંગ્રેસ 2023માં રિલાયન્સ જિયોએ એક નવો ફીચર ફોન લોન્ચ કર્યો છે. JioPhone Prima 4G કંપનીનો નવો ફીચર ફોન છે, જેને 4જી કનેક્ટિવિટી સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોન KaiOS પર કામ કરે છે. આ એક ઓપન-સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, જેને કીપેડ અને કીબોર્ડવાળા ફોન માટે ડેવલોપ કરવામાં આવી છે. આ ઓએસમાં અનેક એપ્સનું સપોર્ટ હોતું નથી. કેટલીક એપ્સ જેમ કે વોટ્સએપ, યૂટ્યૂબ, ગૂગલ મેપ્સ અને ફેસબુકનો સપોર્ટ આપવામાં આવે છે. આ સાથે જિયો સિનેમા, જિયો ટીવી અને જિયો ચેટ જેવા કેટલીક જિયો એપ્સ મળે છે. 

JioPhone Prima 4G ના ફીચર્ચ
JioPhone Prima 4G ફીચર ફોન  ARM Cortex A53 પ્રોસેસરથી લેસ છે. તેમાં 512MB રેમ આપવામાં આવી છે, જે ફીચર ફોન પ્રમાણે યોગ્ય છે. તેમાં 2.4 ઇંચની TFT સ્ક્રીન આપવામાં આવી છે. તેનું પિક્સલ રેઝોલ્યૂશન 320x240 છે. સાથે 1800mAh ની બેટરી આપવામાં આવી છે, જેની સાથે ફોનનું બેટરી બેકઅપ દમદાર છે. આ ફોનની એક ખાસિયત છે કે ફોનના ફ્રંટ અને રિયર કેમેરા બંનેમાં એક એલઈડી ટોર્ચ આપવામાં આવી છે. ફોનમાં 0.3 મેગાપિક્સલનું ફ્રંટ સેન્સર આપવામાં આવ્યું છે. તો 2 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. 

આ ફોનના કીપેડ પર માઇક્રોફોનની સાથે એક મોટુ રાઉન્ડ બટન આપવામાં આવ્યું છે, પરંતુ કંપનીએ તે જણાવ્યું નથી કે આ કઈ રીતે કામ કરે છે. ફોનમાં એક માઇક્રોએસડી કાર્ડ સ્લોટ છે, જેને યૂઝર્સના સ્ટોરેજને 128GB સુધી વધારવામાં મદદ કરે છે. સાથે સિંગલ સિમ સ્લોટ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટના મામલામાં તે 3.5 મિમી હેડફોન જેક અને બ્લૂટૂથ 5.0 ઓપ્શન સાથે આવે છે. કિંમતની વાત કરીએ તો તેને 2599 રૂપિયામાં ખરીદી શકાશે. તેને કંપનીની સત્તાવાર ચેનલ અને JioMart દ્વારા ખરીદી શકાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news