iPhone નું અત્યાર સુધીનું સૌથી ધમાકેદાર Hidden ફીચર! હવે ચોરી- છૂપાઈને સાંભળો બીજાની વાતો, જાણો કેવી રીતે

તમને કદાચ ખબર નહીં હોય, તમારા iPhone માં એક એવું ખાસ ફીચર છે જેની મદદથી તમે આરામથી કોઈ અન્યની વાતો સાંભળી શકો છો.

iPhone નું અત્યાર સુધીનું સૌથી ધમાકેદાર Hidden ફીચર! હવે ચોરી- છૂપાઈને સાંભળો બીજાની વાતો, જાણો કેવી રીતે

નવી દિલ્હી: અમેરિકી સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ (Apple) વિશ્વભરમાં એક લોકપ્રિય બ્રાન્ડ છે, જેની તમામ પ્રોડક્ટ્સ લોકોને ખુબ જ પસંદ પડે છે. એપલનું નામ લઈએ તો ત્યારે મનમાં સૌથી પહેલા એપલનો ફ્લેગશિપ સ્માર્ટફોન, iPhones આવશે.  iPhonesમાં દરેક પ્રકારના ફીચર્સ હોય છે, પરંતુ એવું પણ જરૂરી નથી કે આપણે તમામ પ્રકારના ફીચર્સને જાણતા હોઈએ. આજે અમે તમને એક એવા ફીચર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા  iPhonesમાં છે અને જેનાથી તમે ચોરી છૂપાઈને લોકોની વાતો સાંભળી શકો છો.

iPhone ના આ ફીચરથી ચોરી છૂપી સાંભળો લોકોની વાતો
તમને કદાચ ખબર નહીં હોય, તમારા iPhone માં એક એવું ખાસ ફીચર છે જેની મદદથી તમે આરામથી કોઈ અન્યની વાતો સાંભળી શકો છો. આ અનોખા 'સ્પાઈંગ' ફીચરનું નામ 'લાઈવ લિસન' છે. આ ફીચરની મદદથી તમે ત્યારે લોકોની વાતો સાંભળી શકશે જ્યારે તમે રૂમની બહાર હશો પરંતુ ફોન રૂમમાં જ હશે.

આ ફીચર માટે જરૂરી છે આ ડિવાઈસ
જો તમે પોતાના iPhone પર આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તો તે જરૂરી છે કે તમારી પાસે AirPods, AirPods Pro, AirPods Max, Powerbeats Pro અથવા Beats Fit Pro હોવું જરૂરી છે. આ ડિવાઈસેજની સાથે તમારો iPhone એક માઈક્રોફોનની જેમ કામ કરશે અને આ ડિવાઈસેજને સાઉન્ડ મોકલશે.

આવી રીતે કરો ઉપયોગ
જો તમે વિચારી રહ્યા છો કે તમે આ ફીચરને કેવી રીતે ઉપયોગ કરી શકો છો તો નિશ્ચિત થઈ જાવ, આજે અમે તમને આ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આ ફીચરને તમારા ફોનના કંટ્રોલ સેન્ટરમાં એડ કરો. આવું કરવા માટે તમારા iPhone ના સેટિંગ્સમાં જાવ અને કંટ્રોલ સેન્ટરના ઓપ્શનને સિલેક્ટ કરો. તેમાં નીચે સ્ક્રોલલ કરો અને હિયરિંગ બટનની પાસે આપેલા પ્લસ સાઈન પર ક્લિક કરો અને પછી કંટ્રોલમાં જઈને તે બટન પર ક્લિક કરો, જેમાં કાનનો સિમ્બોલ બનેલો હોય. સાથે, તે પણ ધ્યાન રાખો કે તમારા AirPods તમારો iPhone સાથે પેયર્ડ હોય અને તમારા કાનમાં લાગેલા હોય. આ રીતે આ ફીચરને ઓન કરીને તમે તમારો ફોન રૂમમાં છોડીને બીજા રૂમમાં જતા રહેશો તો તમે આરામથી લોકોની વાતો સાંભળી શકો છો.

જોકે, કંપનીએ આ ફીચરને એટલા માટે ડેવલોપ કર્યું હતું જેથી જે લોકો ઓછું અને ઉંચું સાંભળે છે, તેઓને આરામ થઈ શકે, પરંતુ આ વર્ષની શરૂઆતમાં એક ટિકટોક યૂઝરે આ ફીચરનો આ ધાસૂં ઉપયોગ કાઢ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news