INSTAGRAM પર કોઈ વ્યક્તિને અશ્લીલ મેસજ મોકલો છો? તો સુધરી જજો!

સોશિયલ મીડિયા સાઇટ પર હેટ પોસ્ટ કરનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. હકીકતમાં, તાજેતરમાં જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે. તેના કારણે સોશિયલ મીડિયા સાઇટ ખૂબ સજાગ થઈ ગઈ છે. અને તમામ સાઈટ પર થયેલી પોસ્ટસ્ પર નજર રાખવાનું શરૂ કર્યું છે.

INSTAGRAM પર કોઈ વ્યક્તિને અશ્લીલ મેસજ મોકલો છો? તો સુધરી જજો!

અમદાવાદ: ઈન્સ્ટાગ્રામ (Instagram) પર હેટ સ્પીચ, અભદ્ર કન્ટેન્ટ અથવા તો અભદ્ર મેસેજ કરવાવાળા અકાઉન્ટ હવે બંધ થઈ શકે છે. ઇન્સ્ટાગ્રામ (Instagram) આ બધી સંબંધિત નીતિઓને સખત બનાવી રહી છે. તેથી વપરાશકર્તાઓએ કાળજી લેવી જોઈએ કે કોઈને અપમાનજનક અથવા અશ્લીલ સંદેશા મોકલશો તો અકાઉન્ટ સેસ્પેન્ડ થઈ શકે છે.

ઇન્સ્ટાગ્રામ (Instagram) પર કોઈની પોસ્ટ્સનો દુરુપયોગ કરનારા અથવા કોઈને કોઈ સીધો સંદેશો આપતા અશ્લીલ કન્ટેન્ટ મોકલનારા યુઝર્સઓને હવે સુધરવું પડશે. કારણ કે ઇન્સ્ટાગ્રામ હવે આવા યુઝર્સ પર કડક પગલાં લેવાનું વિચારી રહ્યું છે. સોશિયલ મીડિયા (Social Media) સાઇટ ઇન્સ્ટાગ્રામ તેની નીતિ કડક કરવા જઈ રહી છે. જેમાં કોઈ વપરાશકર્તા સામે ફરિયાદ આવી, તો તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બંધ થઈ શકે છે.

સોશિયલ મીડિયા (Social Media) સાઇટ પર હેટ પોસ્ટ કરનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. હકીકતમાં, તાજેતરમાં જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે. તેના કારણે સોશિયલ મીડિયા સાઇટ ખૂબ સજાગ થઈ ગઈ છે. અને તમામ સાઈટ પર થયેલી પોસ્ટસ્ પર નજર રાખવાનું શરૂ કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ હેટ સ્પીચ કંટ્રોલ કરશે
ઇન્સ્ટાગ્રામે હાલમાં અશ્લીલ અથવા અપમાનજનક ભાષણ લખનારા યુઝર્સને થોડા સમય માટે ડાયરેક્ટ મેસેજ મોકલવા પર પ્રતિબંધત લગાવ્યો છે. પરંતુ હવે આવા વપરાશકર્તાઓએ સાવચેત રહેવા જરૂર છે. કારણ કે જો તેઓ વારંવાર આવું કરશે છે. તો તેમનું અકાઉન્ટ બંધ થઈ શકે છે. એટલે કે તેમનું ખાતું બંધ થઈ જશે. ઇન્સ્ટાગ્રામ આવા એકાઉન્ટ્સ પર કડક પગલાં પણ લેશે, જે ખાસ કરીને દુરૂપયોગ માટે બનાવવામાં આવ્યા છે.

યુઝર્સ માટે આવી રહ્યું ખાસ ફિચર
ઇન્સ્ટાગ્રામ (Instagram) બિઝનસ અને ક્રિયેટરસ્ અકાઉન્ટને ડાયરેક્ટ મેસેજ માટે સ્વીચ ઓફનું ઓપશન આપ્યું છે. આ અકાઉન્ટ વાળા લોકોને એવા જ લોકો મેસેજ કરી શકે છે. જેમને તેઓ ફોલો કરે છે. સેલિબ્રીટી અને લોકપ્રિય હસ્તીઓને આ સુવિધા આપવામાં આવી છે. કારણ કે તેઓ દરરોજ માટી સંખ્યામાં હજારો સંદેશાઓ કોઈપણ કાર્ય વિના મેળવે છે.

ત્યારે, ઇન્સ્ટાગ્રામ (Instagram) આવનારા સમયમાં સામાન્ય વપરાશકર્તાઓ માટે પણ આ ફિચર લોન્ચ કરશે. જેથી બિનજરૂરી અને અપમાનજનક સંદેશાઓ ફેલાવવાનું અટકાવશે. જો કે, હજી પણ ઘણા સાધનો અને સુવિધાઓ ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે. જેના દ્વારા વપરાશકર્તાઓ નફરતની ટિપ્પણી અને જવાબો ટાળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news