સરકારનો નવો આદેશ : ભારતમાં આ Smartphonesનું નહીં થઈ શકે વેચાણ, આ કારણે લેવાયો નિર્ણય
Type C Charging Ports: કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ USB Type-C ચાર્જિંગ પોર્ટ માટે ગુણવત્તાના ધોરણો બહાર પાડ્યા છે.
Trending Photos
USB Type C charging: આજે એક નવા સમાચાર સામે આવ્યા છે. સરકાર નવી યોજના બનાવી રહી છે. સરકાર મોબાઈલ અને વેયરેબલ ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે બે સામાન્ય પ્રકારના કોમન પોર્ટની યોજના બનાવી રહી છે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ USB Type-C ચાર્જિંગ પોર્ટ માટે ગુણવત્તાના ધોરણો બહાર પાડ્યા છે. ઈ-વેસ્ટ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એટલે કે મોબાઇલ, સ્માર્ટફોન અને ટેબલેટ માટે યુએસબી ટાઇપ-સી ચાર્જર આવશે.
USB Type-C વગરના સ્માર્ટફોન વેચવામાં આવશે નહીં
કન્ઝયૂમર અફેર્સ સચિવ રોહિત કુમાર સિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે, "છેલ્લી મીટિંગમાં, સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ વગેરે માટે ચાર્જિંગ પોર્ટ તરીકે યુએસબી ટાઈપ-સીને અપનાવવા પર સહમતિ થઈ હતી. BIS ના પ્રકાર C ચાર્જ માટે ધોરણોને સૂચિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક
થઈ રહ્યો છે આ અભ્યાસ
તેમણે કહ્યું કે IIT-કાનપુર ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે સિંગલ ચાર્જિંગ પોર્ટનો અભ્યાસ કરી રહી છે. રિપોર્ટ સબમિટ થયા બાદ આ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જ્યારે સામાન્ય ચાર્જિંગ પોર્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સેક્રેટરીએ કહ્યું, "અમારે યુરોપિયન યુનિયન એટલે કે 2024 સાથે જોડાણ કરવું પડશે, કારણ કે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો પાસે વૈશ્વિક સપ્લાય ચેન છે."
પર્યાવરણ મંત્રાલય ઈ-વેસ્ટના સંદર્ભમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં યુનિફોર્મ ચાર્જિંગ પોર્ટની સંભવિત અસરનું મૂલ્યાંકન કરશે અને તપાસ કરશે. પોર્ટ ચાર્જિંગમાં એકરૂપતા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા COP-26માં શરૂ કરાયેલ લાઇફ (પર્યાવરણ માટે જીવનશૈલી) મિશન તરફનું એક પગલું છે, જે અવિચારી અને ખોટા વપરાશને બદલે વિશ્વભરના લોકો દ્વારા 'સભાન અને ઇરાદાપૂર્વક ઉપયોગ' કરવાની હાકલ કરે છે.
આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે