Facebook Users માંથી મોટાભાગના લોકોને નથી ખબર આ શાનદાર ટ્રિક! શું તમે જાણો છો?

Facebook Update: ફેસબુક વીડિયો પ્રોફાઈલ એકદમ પ્રોફાઈલ ફોટોની જેમ દેખાશે. જો કે જ્યારે પણ કોઈ તમારી પ્રોફાઈલ ઓપન કરશે ત્યારે તેને પ્રોફાઈલ ફોટોને બદલે વીડિયો દેખાશે. આ માટે તમે કેટલાક સેકન્ડ્સનો વીડિયો સેટ કરી શકો છો.

Facebook Users માંથી મોટાભાગના લોકોને નથી ખબર આ શાનદાર ટ્રિક! શું તમે જાણો છો?

Facebook New Feature: આજના આધુનિક જમાનામાં ટેક્નોલોજી સતત આગળ વધી રહી છે. હવે ફોટોથી વીડિયો તરફ લોકો આગળ વધી રહ્યાં છે. જેને જોતા Facebookએ પણ એક ફીચર લોન્ચ કર્યું છે. આમાં યુઝર્સ Facebook પ્રોફાઈલમાં ફોટોની જગ્યાએ વીડિયો લગાવી શકશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક બહુ પ્રખ્યાત એપ છે. અને લોકોમાં પણ તેના નવા ફીચર્સનો ઉપયોગ કરવાને લઈ ઉત્સાહ રહેતો હોય છે. તેવામાં અમે તમને જણાવીશું કે ફેસબુક પર વીડિયો પ્રોફાઈલ કેવી રીતે સેટ કરી શકાય.

ફેસબુક વીડિયો પ્રોફાઈલ એકદમ પ્રોફાઈલ ફોટોની જેમ દેખાશે. જો કે જ્યારે પણ કોઈ તમારી પ્રોફાઈલ ઓપન કરશે ત્યારે તેને પ્રોફાઈલ ફોટોને બદલે વીડિયો દેખાશે. આ માટે તમે કેટલાક સેકન્ડ્સનો વીડિયો સેટ કરી શકો છો. ફોટોને બદલે વીડિયો એક્સપ્રેશન તમારા ફેસબુક પ્રોફાઈલને વધુ સુંદર બનાવશે. આપને જણાવી દઈએ કે પ્રોફાઈલ વીડિયો માટે તમે 7 સેકન્ડનો વીડિયો અપલોડ કરી શકો છો. વીડિયોને અપલોડ કરવા માટે એન્ડ્રોઈડ અથવા iOS ફોનમાં ફેસબુક એપ હોવું જોઈએ.

અહીં અમે તમને એન્ડ્રોઈડ અથવા iOS એમ બંનેમાં પ્રોફાઈલ વીડિયો અપલોડ કરાવવાનું જણાવશું. સૌથી પહેલા iOSની વાત કરીએ તો આમાં ટોપ રાઈટ કોર્નર પર ક્લિક કરીને તમારે તમારા પ્રોફાઈલ પિક્ચર પર જઈ તેને ટેપ કરવું પડશે. જે બાદ ટેક ન્યુ પ્રોફાઈલ વીડિયો અથવા સેલિક્ટ પ્રોફાઈલ પિક્ચર અથવા વીડિયોને ટેપ કરવું પડશે. ત્યારબાદ એડિટ પર ક્લિક કરીને વીડિયોને એડિટ કરવો.

હવે ટ્રીમ પર ક્લિક કરીને તમે વીડિયોને નાનો કરી શકશો. ત્યારબાદ સાઉન્ડ પર ક્લિક કરીને તમે સાઉન્ડને સિલેક્ટ કરી શક્શો. જો તમે વીડિયો સાથે કોઈ થંબનેલ લગાવવાનું ઈચ્છો છો તો કવર પર તમારે ટેપ કરવું પડશે. ત્યારબાદ ડન પર ક્લિક કરો. જો તમે કોઈ ફ્રેમ લગાવવા માગો છો તો તે પણ લગાવી શક્શો. જો તમે પ્રોફાઈલ વીડિયોને થોડા સમય માટે રાખવા માગો છો તો તમે ટાઈમને સિલેક્ટ કરીને સેવ કરી શકો છો. આથી આ પ્રોફાઈલ વીડિયો સેટ ટાઈમ બાદ પોતાની રીતે ડિલીટ થઈ જશે.  

એન્ડ્રોઈડ ફોનમાં પણ આ પ્રોસેસ લગભગ એક જેવી જ છે. આ માટે તમારે સૌથી પહેલા પ્રોફાઈલ ફોટો પર જવું પડશે. અહીં પ્રોફાઈલ ફોટો પર ટેપ કરીને ટેક ન્યુ પ્રોફાઈલ વીડિયોનું ઓપશન મળશે. ત્યારબાદ iOSમાં જે પ્રોસેસ દર્શાવી તેને ફોલો કરવાની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news