Nokia એ સસ્તી કિંમતમાં લોન્ચ કર્યો દમદાર 5G Smartphone, જાણો તેના ફીચર્સ
HMD Global એ Nokia ના ચાર મોડલ રજૂ કર્યા છે, જેમાં કંપનીનો સૌથી સસ્તો 5જી ફોન પણ છે. ડિઝાઇન લોકોને ખુબ પસંદ આવી રહી છે. આવો જાણીએ ફોનની કિંમત અને ફીચર્સ...
Trending Photos
નવી દિલ્હીઃ HMD Global એ Nokia C100, Nokia C200, Nokia G100 અને Nokia G400 નામથી ચાર નવા હેન્ડસેટની જાહેરાત કરી છે. હાલમાં અનાવરણ કરવામાં આવેલી સી-સિરીઝ અને ઝી-સિરીઝના ફોન યૂએસમાં વેચવામાં આવશે, કંપની તેની કેટલીક ડિવાઇસ અન્ય બજારોમાં વેચી શકે છે. C100, C200, G100 અને G400 તમામની કિંમત 250 ડોલર (18620 રૂપિયા) થી ઓછો છે. ચારેય ફોનની કિંમત ઓછી છે, પરંતુ ફીચર્સ શાનદાર છે. આવો જાણીએ ચારેય ફોનની કિંમત અને ફીચર્સ...
Nokia C100, Nokia C200 Specifications And Price
Nokia C100 અને C200 મીડિયાટેક હીલિયો A22 ચિપસેટ, 3જીબી રેમ, 32જીબી બિલ્ટ-ઇન સ્ટોરેજ, એન્ડ્રોયડ 12 ઓએસ, 4,000mAh ની બેટરી અને સિંગલ રિયર-ફેસિંગ કેમેરા જેવા સામાન્ય સ્પેક્સ પ્રદાન કરે છે. C200 માં 6.1 ઇંચની મોટી ડિસ્પ્લે છે. Nokia C100 અને C200 ફોનની કિંમત ક્રમશઃ 99 ડોલર (7376 રૂપિયા) અને 119 (8866 રૂપિયા) છે.
Nokia G100, Nokia G400 Specifications And Price
Nokia G100 6.5 ઇંચની ડિલ્પ્લે છે, જે HD+ રેઝોલ્યૂશન આપે છે. આ સ્નેપડ્રેગન 615 મોબાઇલ પ્લેટફોર્મ અને 5,000mAh ની બેટરી દ્વારા સંચાલિત છે. ડિવાઇસના રિયર શેલમાં ત્રિપલ કેમેરા યૂનિટ છે. ડિવાઇસની ડાબી બાજુ ઉપલબ્ધ પાવર પટન એક ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે ઇન્ટિગ્રેટેડ છે.
બીજીતરફ Nokia G400 માં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે છે, જે 120hz રિફ્રેશ રેટ ઓફર કરે છે. આ અત્યાર સુધી સ્નેપડ્રેગન 480 5G ચિપસેટ દ્વારા સંચાલિત નોકિયા ફોન છે. ડિવાઇસમાં છ જીબી રેમ અને 128 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. તેના રિયર ફેસિંગ કેમેરા મોડ્યૂલમાં 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો, એક અલ્ટ્રાવાઇડ લેન્સ અને એક મેક્રો સ્નેપર છે.
Nokia G100 ની કિંમત 149 ડોલર (11,101 રૂપિયા) છે. 239 ડોલર (17,807 રૂપિયા) ની કિંમતની સાથે Nokia G400 કંપનીનો સૌથી સસ્તો 5જી ફોન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે