રિમોટથી મળશે છુટકારો.. પડ્યા બોલ્યા બોલ ઝીલશે આ Smart TV, જાણો કિંમત
જેમ કે તમને નામથી અનુમાન આવી ગયું હશે. Hisense A6H Series 4K Google TV, Google TV માટે સપોર્ટ કરે છે. તમે જે જુઓ છો તેના આધાર પર આ કન્ટેંટને ક્યૂરેટ કરી શકે છે, આ એક વોચલિસ્ટ ફીચર સાથે પણ આવે છે.
Trending Photos
Hisense ભારતમાં એક નવું સ્માર્ટ ટીવી લોન્ચ કરવા જઇ રહ્યું છે, જેનું નામ Hisense A6H Series 4K Google TV છે. અમેઝોન પ્રાઇમ ડે સેલ (Amazon Prime Day Sale) દરમિયાન ટીવીને કેટલીક ખાસ ઓફર્સ સાથે રજૂ કરવામાં આવશે. Hisense ટીવી ચાર અલગ-અલગ સ્ક્રીન સાઇઝ- 43, 50, 55 અને 75 ઇંચમાં ઉપલબ્ધ હશે. સાથે જ નવું ટીવી પન 3 વર્ષની વોરન્ટી સાથે આવશે. ટીવીમાં ખાસ વાત એ છે કે અવાજથી ચાલી શકે છે. એટલે કે રિમોટની જરૂર નહી પડે. આવો જાણીએ Hisense A6H Series 4K Google TV ની કિંમત અને ફીચર્સ વિશે...
Hisense A6H Series 4K Google TV Specifications
જેમ કે તમને નામથી અનુમાન આવી ગયું હશે. Hisense A6H Series 4K Google TV, Google TV માટે સપોર્ટ કરે છે. તમે જે જુઓ છો તેના આધાર પર આ કન્ટેંટને ક્યૂરેટ કરી શકે છે, આ એક વોચલિસ્ટ ફીચર સાથે પણ આવે છે. જે તમારા મોબાઇલ ફોનથી પોતાના મનપસંદ ટીવી શો અને ફિલ્મોની એક યાદીમાં એડ કરવાની સુવિધા આપે છે. આ ઉપરાંત ટીવી, Apple AirPlay અને Apple Home Kit ને પણ સપોર્ટ કરે છે.
અવાઝથી ચાલશે Hisense A6H Series 4K Google TV
Hisense Smart TV એક વિશેષ સુવિધા સાથે આવે છે જેને Far Field Voice Control કહેવામાં આવે છે જે યૂઝર્સને રિમોટ વિના વોઇસ કમાન્ડ સાથે ટીવી સંચાલિત કરવાની અનુમતિ આપે છે. આ ઉપરાંત ટીવીમાં તમામ ગેમર્સ માટે કેટલીક વિશેષતાઓ પણ છે. ઉદાહરણ માટે આ સ્ક્રીન ફાટવાના પ્રભાવને રોકવા માટે ઓટો લો લેટેંસી મોડ (ALLM) અને વેરિએબલ રિફ્રેશ રેટ (VRR) સાથે આવે છે. તેમાં ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમોસ સપોર્ટ પણ છે.
Hisense A6H Series 4K Google TV માં મળશે રિમોટ ફાઉન્ડર
Hisense ટીવીની રસપ્રદ વિશેષતાઓમાંથી એક રિમોટ ફાઉન્ડર છે, જેમ કે નામથી ખબર પડે છે, આ સુવિધા તમને રિમોટ માટે ઘરમાં દરેક જગ્યા જોવાની મુશ્કેલીથી બચાવે છે.
Hisense A6H Series 4K Google TV Price In India
જેમ કે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે Hisense A6H Series 4K Google TV ચાર સ્ક્રીન આકારમાં ઉપલબ્ધ હશે. 43 ઇંચ ડિસ્પ્લેવાળું બેસ મોડલ 29,990 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ હશે. આ 50 ઇંચ અને 55 ઇંચ અને 75 ઇંચ સ્ક્રીન સાઇઝ સાથે પણ આવશે પરંતુ તેની કિંમતનો હજુ ખુલાસો થયો નથી. 23 જુલાઇથી શરૂ થનાર પ્રાઇમ ડે સેલ દરમિયાન સ્માર્ટ ટીવી અમેઝોનના માધ્યમથી વેચાણ માટે હશે. શરૂઆતી લોન્ચના ભાગરૂપે Hisense એક વર્ષની સ્ટાડર્ડ વોરન્ટી ઉપરાંત બે વર્ષની વધારાની વોરન્ટી ઓફર કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે