દુનિયા સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Ora R1 આવશે ભારત, કિંમતના મામલે આપશે ટક્કર

હાલ ભારતમાં સૌથી વધુ માઇલેજ હ્યુન્ડાઇ (Hyundai) કોના આપે છે. આ ફૂલ ચાર્જ થતાં 452 કિલોમીટર સુધીની મુસાફરી પુરી કરે છે. પરંતુ કોના (KONA)ની એક્સ શો રૂમ કિંમત 23.72 લાખ રૂપિયા છે. કિંમત અને માઇલેજની દ્વષ્ટિએ જોઇએ તો Ora R1 ભારતમાં બીજી ઇલેક્ટ્રિક કારોને સારી ટક્કર આપી શકે છે.  

દુનિયા સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Ora R1 આવશે ભારત, કિંમતના મામલે આપશે ટક્કર

નવી દિલ્હી: નવા વર્ષે અને નવા દાયકામાં કારો (electric car)નું બજાર ઝડપથી વધવાનું છે. કંપનીઓ ઘણી ઇલેક્ટ્રિક કારો આ વર્ષ ભારતમાં પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ક્રમમાં હવે સમાચાર છે કે દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર (electric car) Ora R1 ભારતમાં એન્ટ્રી મારશે. આ કાર ચીનની ઓટોમોબાઇલ કંપની ગ્રેટ વોલ મોટર (Great Wall Motor) બનાવે છે. કિંમતને લઇને આ કાર એટલા માટે ચર્ચામાં છે કે કારણ કે મીડિયા અહેવાલો અનુસાર તેની કિંમત 6.2 લાખ રૂપિયાથી માંડીને 8.6 લાખ રૂપિયા હોઇ શકે છે. 

સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે કંપની આ સસ્તી ઇલેક્ટ્રિક કારને ગ્રેટર નોઇડામાં આગામી મહિને યોજાનાર ઓટો એક્સપો 2020 (auto expo 2020)માં શોકેસ કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ કાર એકવાર ફૂલ ચાર્જ થતાં 351 કિલોમીટર સુધી ચાલશે. તેમાં 35 વોટની ઇલેક્ટ્રિક મોટર લાગેલી છે. ભારતમાં ઇલેક્ટ્રિક કાર બજારમાં આ કાર સારી અસર પાડી શકે છે.  

હાલ ભારતમાં સૌથી વધુ માઇલેજ હ્યુન્ડાઇ (Hyundai) કોના આપે છે. આ ફૂલ ચાર્જ થતાં 452 કિલોમીટર સુધીની મુસાફરી પુરી કરે છે. પરંતુ કોના (KONA)ની એક્સ શો રૂમ કિંમત 23.72 લાખ રૂપિયા છે. કિંમત અને માઇલેજની દ્વષ્ટિએ જોઇએ તો Ora R1 ભારતમાં બીજી ઇલેક્ટ્રિક કારોને સારી ટક્કર આપી શકે છે.  

— GWMIndia (@GwmIndia) January 2, 2020

કંપનીએ ભારતને કહ્યું-નમસ્તે
ચીનની આ ઓટો કંપની ગ્રેટ મોટરવાલએ ભારતમાં આવવાની વાતને ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. તેમાં કંપનીએ મેસેજ આપ્યો છે- નમસ્તે ઇન્ડીયા. સાથે જ સંકેત આપ્યા છે કે અમે જલદી ભારત આવી રહ્યા છીએ. ભારતમાં અમે કંઇક મોટું કરીશું. 

તમને જણાવી દઇએ કે મોટરવાલ દુનિયાની એક અગ્રણી એસયૂવી બનાવનાર ઓટો કંપની છે. ફેબ્રુઆરીથી ચાલનાર ઓટો એક્સપોમાં આ વર્ષે ઇલેક્ટ્રિક કારો આકર્ષણનું કેંદ્ર બની શકે છે. તાજેતરમાં ભારતમાં એમજી મોટરે પણ ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news