મેરા દેશ બદલ રહા હૈ...! હવે આકાશમાં ઉડતી જોવા મળશે Suzuki, લાવી રહી છે ઇલેક્ટ્રિક 'હેલિકોપ્ટર'

Suzuki Future Plan: હવે સુઝુકીની નજર આકાશ તરફ છે. તે ઉડતા ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહી છે.

મેરા દેશ બદલ રહા હૈ...! હવે આકાશમાં ઉડતી જોવા મળશે Suzuki, લાવી રહી છે ઇલેક્ટ્રિક 'હેલિકોપ્ટર'

Suzuki e-Air Copter: અત્યાર સુધીમાં તમે સુઝુકીને તેની કાર માટે જાણતા અને ઓળખતા જ હશો. તે એક જાપાની કંપની હોવા છતાં, તેણે મારુતિની સાથે સૌથી મોટી કાર કંપની (મારુતિ સુઝુકી) તરીકે ભારતમાં પોતાનો પગ જમાવ્યો છે. પરંતુ, હવે સુઝુકીની નજર આકાશ તરફ છે. તે ઉડતા ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, સુઝુકી ઈલેક્ટ્રિક એર કોપ્ટર બનાવવાની યોજના બનાવી રહી છે, જે ડ્રોન કરતા પણ મોટું હશે પરંતુ પરંપરાગત હેલિકોપ્ટર કરતા નાનું હશે. તેમાં પાઈલટ સહિત ઓછામાં ઓછા ત્રણ લોકો બેસી શકે છે. જોકે કંપની નવા મોબિલિટી સોલ્યુશન્સમાં પ્રારંભિક બઢત મેળવવા માંગે છે.

રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં તેને (ઇલેક્ટ્રિક એર કોપ્ટર) જાપાન અને અમેરિકામાં લાવી શકાય છે, ત્યારબાદ ટૂંક સમયમાં તેને ભારતમાં લાવવામાં આવશે. આ ગ્રાઉન્ડ બેઝ્ડ ઉબેર અને ઓલા કારની જેમ જ એર ટેક્સીઓ હોઈ શકે છે. આ ગ્રાઉન્ડ ટ્રાફિકને ટાળવામાં મદદ કરી શકે છે.

રિપોર્ટ અનુસાર, સુઝુકી મોટર (ઓટોમોબાઈલ પ્રોડક્ટ પ્લાનિંગ ગ્રુપ)ના ગ્લોબ ઓટોમોબાઈલ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ મેનેજર કેન્ટો ઓગુરા (Kento Ogura) એ TOIને જણાવ્યું હતું કે કંપની આર્થિક કારણોસર (Economic Reasons) ભારતમાં ઉત્પાદન કરવાનું પણ વિચારી રહી છે અને ઉડ્ડયન નિયમનકાર DGCA સાથે વાતચીત સહિત તેની સંભવિતતા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. 

ઓગુરાએ જણાવ્યું હતું કે, "અમે ભારતમાં ગ્રાહકો અને ભાગીદારો શોધવા માટે બજાર રિસર્ચ કરી રહ્યા છીએ." 1.4 ટનના આ એર કોપ્ટરનું ટેક-ઓફ વજન પરંપરાગત હેલિકોપ્ટર કરતા લગભગ અડધું હશે. તે ઘરની છત પરથી ટેક-ઓફ અને લેન્ડિંગ કરી શકશે. તેમણે કહ્યું, "તે હેલિકોપ્ટર કરતાં સસ્તું હોવું જોઈએ."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news