સસ્તામાં સ્માર્ટફોન ખરીદવાની તક, Amazon સેલમાં 5 ફોન પર ભારે ડિસ્કાઉન્ટ

હાલમાં ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે ત્યારે ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટે પોતાના ત્રીજા દિવાળી સેલની જાહેરાત કરી છે

સસ્તામાં સ્માર્ટફોન ખરીદવાની તક, Amazon સેલમાં 5 ફોન પર ભારે ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી : હાલમાં ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે ત્યારે ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટે પોતાના ત્રીજા દિવાળી સેલની જાહેરાત કરી છે. આ સંજોગોમાં એમેઝોન ઇન્ડિયાએ પોતાના ત્રીજા ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી છે. આ સેલ 2 નવેમ્બરે શરૂ થઇને 5 નવેમ્બર સુધી ચાલશે. 

આ વખતે એમેઝોન ઇન્ડિયાએ એચડીએફસી બેંક સાથે ભાગીદારી કરી છે જેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હોલ્ડર્સને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સંજોગોમાં ઇએમઆઇ ઓપ્શન પર પણ શોપિંગ કરી શકાશે. આ સિવાય જો તમે 2,000 રૂપિયાથી લઈને 4,999 રૂપિયા જેટલું શોપિંગ કરશો તો તમને અલગથી 5 ટકા કેશબેક મળશે. આ સિવાય 5,000 રૂ.થી વધારે પેમેન્ટ પર 10 ટકા સુધી કેશબેક મળશે. આ કેશબેક તમારા એમેઝોન પે બેલેન્સમાં જોડાઈ જશે. 

એમેઝોન આ સેલમાં નો કોસ્ટ ઇએમઆઇ ઓપ્શન અને નવા કસ્ટમર્સને પહેલા ઓર્ડર પર ફ્રી ડિલીવરી આપી રહ્યું છે. આ સાથે ઇ-કોમર્સ સાઇટ પર BookMyShow અને Swiggyના વાઉચર્સ મળી રહ્યા છે જેની મદદથી યુઝર 500 રૂ. અને એનાથી વધારાનું શોપિંગ કરી શકશે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં Redmi 6 Pro, Samsung Galaxy A8+ અને Realme 1ને શાનદાર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ સાથે રજૂ કરવામાં આવ્યા છે.

આ પાંચ ફોનમાં જબરદસ્ત ડિસ્કાઉન્ટ

1. સેમસંગ ગેલેક્સી S9 પ્લાસ : આ સ્માર્ટફોનની કિંમત 79,000 રૂ.થી ઘટાડીને 69,900 રૂ. કરી દેવામાં આવી છે. આમાં જુના સ્માર્ટફોન પર 10 હજાર રૂ.નું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

2. સેમસંગ ગેલેક્સી A8+ : 41,900 રૂ.માં લોન્ચ કરવામાં આવેલા આ ફોનને 23,990  રૂ.માં ખરીદી શકાય છે. આ ફોન ખરીદવા માટે એમેઝોન 18,854 રૂ.નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. 

3. વીવો V9 પ્રો : એમેઝોનના સેલમાં વીવો V9 પ્રો 19,990 રૂ.ના બદલે 17,990 રૂ.માં મળી રહ્યો છે. આ સિવાય એચડીએફસી બેંક ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરનારને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 

4. ઓનર પ્લે : ઓનર પ્લે આ સેલ દરમિયાન 21,999 રૂ.ની જગ્યાએ 17,999 રૂ.માં મળી રહ્યો છે.

5. ટેનોર જી : ટેનોર જી આ વર્ષે સપ્ટેમ્બરમાં 11,999 રૂ.ની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન હવે  ડિસ્કાઉન્ટ સાથે 9,999 રૂ.માં ખરીદી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news