દરેક કારમાં હોય છે આ જાદુઈ ફીચર, ઓન કરશો તો જોરદાર માઇલેજ આપવા લાગશે તમારી ગાડી

Car Mileage Boosting Tips: આ ફીચરનો ઉપયોગ કરી તમે ન માત્ર સારૂ માઇલેજ લઈ શકો છો, પરંતુ કારને સરળતાથી ડ્રાઇવ પણ કરી શકો છો.
 

દરેક કારમાં હોય છે આ જાદુઈ ફીચર, ઓન કરશો તો જોરદાર માઇલેજ આપવા લાગશે તમારી ગાડી

Car Mileage Boosting Tips: દરેક કારમાં એક એવા જાદુઈ ફીચર હોય છે, જો તેને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તમારી ગાડીની માઇલેજ વધી શકે છે. આ ફીચર છે ક્રૂઝ કંટ્રોલ (Cruise Control).આવો જાણીએ કઈ રીતે આ ફીચર તમારા ગાડીનું માઇલેજ સારૂ બનાવવામાં મદદ કરે છે.

સ્પીડને સ્થિર રાખે છેઃ ક્રૂઝ કંટ્રોલ તમારી કારની સ્પીડને સ્થિર રાખે છે. જેનાથી એન્જિન પર વારંવાર સ્પીડ વધારવા અને ઘટાડવાનો દબાવ પડતો નથી. તે ઈંધણના વપરાશને નિયંત્રિત કરે છે.

ઈંધણની બચતઃ જ્યારે સ્પીડ સ્થિર હોય છે, તો એન્જિનને શ્રેષ્ઠ રીતે કામ કરવાની તક મળે છે, જેનાથી ફ્યૂલનો વપરાશ ઓછો થાય છે અને માઇલેજ સારૂ થઈ જાય છે.

લોન્ગ ડ્રાઇવ માટે પરફેક્ટઃ હાઈવે પર લાંબા અંતરના સફર પર, જ્યાં અવરોધ ઓછા આવે છે, ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ કારના ઈંધણને કુશળ બનાવે છે.

સ્પીડમાં વધઘટ ઘટાડે છે: ક્રૂઝ કંટ્રોલ વિના ડ્રાઇવિંગ વારંવાર સ્પીડમાં વધઘટનું કારણ બને છે, જે વધુ ઇંધણના વપરાશ તરફ દોરી જાય છે. ક્રુઝ કંટ્રોલ આને ઘટાડે છે.

ડ્રાઇવરના થાકને ઘટાડે છેઃ જ્યારે ક્રૂઝ કંટ્રોલ એક્ટિવ હોય છે તો ડ્રાઈવરને એક્સીલરેટર પર પગ રાખવાની જરૂર પડતી નથી, જેનાથી ડ્રાઇવિંગનો અનુભવ સરળ અને આરામદાયક રહે છે.

ઓવરસ્પીડિંગથી બચાવઃ ક્રૂઝ કંટ્રોલ તમને વધુ સ્પીડ પર જવાથી રોકે છે, જેનાથી એન્જિન પર ઓછો ભાર પડે છે અને ઈંધણનો વપરાશ ઓછો થાય છે.

એર રેજિસ્ટેન્સને કંટ્રોલ કરે છેઃ સતત સ્પીડ પર ગાડી ચલાવવાથી એર રેજિસ્ટન્સનો પ્રભાવ ઘટે છે, જેનાથી માઇલેજમાં સુધાર થાય છે. 

હાઇબ્રિડ અને ઈકો મોડની સાથે કામ કરે છેઃ જો તમારી ગાડીમાં હાઇબ્રિડ કે ઈકો મોડ છે, તો ક્રૂઝ કંટ્રોલની સાથે આ મોડ્સ વધુ પ્રભાવી થાય છે, જેનાથી માઇલેજ વધે છે. 

ટ્રાફિકમાં મદદરૂપઃ હવે ઘણી ગાડીઓમાં એડોપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ હોય છે, જે ટ્રાફિક પ્રમાણે સ્પીડ સેટ કરે છે. તેનાથી ટ્રાફિકમાં પણ ફ્યૂલ ઇકોનોમી સારી થઈ જાય છે.

લાંબા ગાળે પૈસાની બચતઃ ફ્યૂલનો વપરાશ ઓછો થવાથી તમારા ખિસ્સા પર ભાર ઓછો પડે છે, જેનાથી લોન્ગ ટર્મમાં તમારી બચત થાય છે. 

જો તમારી ગાડીમાં ક્રૂઝ કંટ્રોલ ફીચર છેઃ તો તેનો યોગ્ય ઉપયોગ કરવાનું ન ભૂલો, ખાસ કરી હાઈવે કે લાંબા અંતરના ડ્રાઇવિંગ દરમિયાન. તેનાથી ન માત્ર ડ્રાઇવિંગ સરળ બનશે, પરંતુ માઇલેજ પણ વધશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news