Blood Oxygen Monitor સાથે જોડાયેલ Apps પર ભૂલથી પણ ન કરશો ભરોસો, નહીં તો પસ્તાશો
ગૂગલ પ્લે સ્ટોર પર નકલી બ્લડ ઓક્સિજન લેવલ મોનિટરવાળી એપ્સ છે. આ એપ્સનો ભૂલથી પણ ઉપયોગ ન કરશો. કેમ કે બ્લડ ઓક્સિજન લેવલ માત્ર એપથી જાણી શકાતું નથી.
- ગૂગલ પ્લે સ્ટોર પર બ્લડ ઓક્સિજન લેવલ ચેક કરનારી નકલી એપ્સ
એપ્સથી ચેક કરી શકાતું નથી બ્લડ ઓક્સિજન લેવલ
આવી એપ્સ પર વિશ્વાસ કરવો પડી શકે છે ભારે
Trending Photos
નવી દિલ્લી: કોરોના મહામારીમાં ખોટા સમાચારનો રાફડો ફાટી નીકળ્યો છે. Whats App પર ફોરવર્ડ મેસેજ પર લોકો વધારે વિશ્વાસ કરે છે. જેનાથી નુકસાન પણ થઈ રહ્યું છે. કોરોના થયા પછી અનેક લોકોનું બ્લડ ઓક્સિજન લેવલ ડ્રોપ થાય છે. અને એવામાં ડોક્ટર તમને સલાહ આપે છે કે ઓક્સિજન લેવલનું ટ્રેક રાખો એટલે ચેક કરતાં રહો.
બ્લડ ઓક્સિજન લેવલ માટે હોય છે ઓક્સિમીટર:
બ્લડ ઓક્સિજન લેવલ ચેક કરવા માટે ઓક્સિમીટર નામનું ડિવાઈસ મળે છે. જેનાથી તેને ટેસ્ટ કરી શકાય છે. આજકાલ સ્માર્ટ વોચ અને ફિટનેસ બેન્ડમાં પણ Spo2 એટલે બ્લડ ઓક્સિજન મોનિટરનો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. પરંતુ હાલના દિવસોમાં અનેક એવા મેસેજ ફરી રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે એપથી જ તમે ઓક્સિજન લેવલ મોનિટર કરી શકો છો.
કોરોનામાં ખોટા સમાચારનો રાફડો ફાટ્યો:
તમને જણાવી દઈએ કે આ મેસેજ બિલકુલ ખોટા છે. કોઈપણ એપ આવું કરી શકતી નથી. હાર્ડવેર ડિવાઈસ વિના કોઈપણ એપ તમારું બ્લડ ઓક્સિજન લેવલ બતાવી શકતી નથી. ગૂગલ પ્લે સ્ટોર પર અનેક એવી એપ્સ છે, જે દાવો કરે છે કે તેમાં બ્લડ ઓક્સિજન લેવલ મોનિટરનું ફીચર છે.
શું તમે કોઈ આવી એપ્સ વાપરો છો:
જો તમે પણ આ પ્રકારની એપ્સ પર વિશ્વાસ કરીને બેઠા છો તો તેને ડિલીટ કરી દો. અને તરત બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન લેવલને ઓક્સિમીટરથી ચેક કરો. કે ડોક્ટરની સલાહ લો. જોકે હાર્ટ સેન્સર તેનાથી અલગ રીતે કામ કરે છે. અને સેમસંગના કેટલાંક જૂના સ્માર્ટફોનમાં કેમેરા સેન્સરની બાજુમાં ફિંગર રાખીને હાર્ટ રેટ જાણી શકાતા હતા. આ ફીચર ગેલેક્સી નોટ સિરીઝનું હતું.
આવી એપ્સ તમારા માટે બની શકે છે જોખમી:
ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી આવી નકલી એપ્સ બ્લડ ઓક્સિજન લેવલ ચેક કરવાના નામ પર પૈસા પણ લઈ રહી છે. આ એક પ્રકારનો સ્પાયવેર છે. એટલે તમારા ફોનમાં ઈન્સ્ટોલ થયા પછી તમારો પર્સનલ ડેટા પણ ચોરી લે છે. આથી આ પ્રકારની એપ્સનો ક્યારેય ઉપયોગ ન કરશો. જો તમારા ફોનમાં આ પ્રકારની કોઈ એપ છે, તો તેને ડિલીટ કરો અથવા ગૂગલને તેની ફરિયાદ કરો. અમે પણ આ વિશે ગૂગલને જાણ કરી છે. કેમ કે અનેક લોકો તેના શિકાર થઈ શકે છે અને તેના પરિણામ પણ ગંભીર બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે