Best Laptop For Video Editing: વીડિયો એડિટિંગ માટે આ 5 લેપટોપ છે સૌથી બેસ્ટ, હૈંગ થયા વગર ફટાફટ થશે કામ

વીડિયો એડિટિંગ માટે સારા લેપટોપમાં પાવરફૂલ પ્રોસેસર, હાઈ રેઝ્યોલેશન સ્ક્રિન્સ પણ હોવી ખુબ જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, બજારમાં ઉપલબ્ધ લેપટોપમાંથી કયા લેપટોપ એડિટિંગ માટે બેસ્ટ છે. 

Best Laptop For Video Editing: વીડિયો એડિટિંગ માટે આ 5 લેપટોપ છે સૌથી બેસ્ટ, હૈંગ થયા વગર ફટાફટ થશે કામ

નવી દિલ્લીઃ હાલ ટેક્નોલોજી અને યૂ-ટ્યૂબના સમયમાં વીડિયો એટિડિંગ એક કરિયર માટે બેસ્ટ ઓપ્શન છે. સ્ટાર્ટઅપથી લઈને મીડિયા કંપનીઓ સુધી વીડિયો એડિટર્સની ડિમાન્ડ છે. ત્યારે જો તમે પણ વીડિયો એડિટિંગમાં કરિયર બનાવવા ઈચ્છો છો તો તમારે પહેલાં તે શીખવા માટે સારા ગેઝેટ્સની જરૂર પડશે. સૌથી પહેલાં તમારે એક લેપટોપની જરૂર પડશે. જેમાં તમે સરળતાથી વીડિયો એડિટિંગના તમામ સોફ્ટવેર ચલાવી શકો. વીડિયો એડિટિંગ માટે ઈફેક્ટ્સ અને વીડિયો ટ્રમિંગ કરવું તે ટાસ્ક બરાબર છે. એટલા માટે તમારા લેપટોપમાં પરફેક્ટ ફીચર્સ હોવા ખુબ જ જરૂરી છે. વીડિયો એડિટિંગ માટે સારા લેપટોપમાં પાવરફૂલ પ્રોસેસર, હાઈ રેઝ્યોલેશન સ્ક્રિન્સ પણ હોવી ખુબ જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, બજારમાં ઉપલબ્ધ લેપટોપમાંથી કયા લેપટોપ એડિટિંગ માટે બેસ્ટ છે. 

1. Razer Blade 15:
આ એક ટચસ્ક્રિન લેપટોપ છે. તેમાં 3 USB-એ પોર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય તેમાં Nvidia GeForce ગ્રાફિક્સ કાર્ડ જેવા ફીચર્સ છે. લુકમાં તે પણ એકદમ શાનદાર છે. આ લેપટોપ 1 TB અને 512GB SSD સ્ટોરેજ સાથે મળે છે. આ લેપટોપ 4K રેઝ્યોલુશનમાં આવે છે અને તેની OLED ડિસ્પ્લે છે. તે વજનમાં હળવું અને મેટ મેટલ ડિઝાઈન સાથે આવે છે. 

2. HP suectre x360 14:
આ HPના બેસ્ટ લેપટોપમાંથી એક છે. આ એક 2 ઈંચનું કન્વર્ટેબલ છે. તેનું પ્રોસેસર 2.8 GHz સ્પીડ સાથે આવે છે વીડિયો એડિટિંગ માટે આ પાવરફૂલ લેપટોપ છે. ક્રિએટિવ પ્રોફેશનલ્સ માટે ખુબ જ શાનદાર છે. આ લેપટોપ MPP2.0 રિચાર્જેબલ ટિલ્ટ પેનની સાથે આવે છે. તેમાં કંપનીએ 4 સેલ લિથિયમ બેટરી સાથે રજૂ કર્યું છે. જે સારું બેકઅપ આપે છે. અને આ 16 જીબી મેમરી સાથે છે.

3. એપ્પલ મૈકબુક પ્રો 2021:
એડિટિંગ માટે સારા લેપટોપના લિસ્ટમાં આ લેપટોપ શામેલ છે. સ્લીક ડિઝાઈનની સાથે સાથે પરફોર્મન્સ પણ શાનદાર છે. આ લેપટોપની બેટરી લાઈફ પણ સારી છે. વિઝ્યુઅલ એક્સપીરિંએન્સની વાત કરીએ તો તે એક મીની LED સ્ક્રીન લેસ છે જે ખુબ જ શાનદાર દેખાઈ છે. તેમાં મેજિક કી-બોર્ડ અને ટચ ID આવે છે. આ લેપટોપની રેમ 32 જીબી અને એસએસડી સ્ટોરેજ 1TBનું છે. 

4. માઈક્રોસોફ્ટ સર્ફેસ બુક 3:
આ વીડિયો એડિટિંગ માટે સારા વર્સેટાઈલ લેપટોપમાંથી એક છે. આ પરફોર્મન્સમાં ખુબ જ શાનદાર છે. તમે આમાં કોઈ પણ 4K વીડિયો પ્રોજેક્ટ કરી શકો છો. આની બેટરી લાઈફ પણ સારી છે. ગ્રાફિક પરફોર્મન્સ મામલે સારું છે. તેમાં ડુઅલ કોર I7-4650U પ્રોસેસર અને 8GB રૈમ આપવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news