પંજાબ પોલીસના કાફલામાં સામેલ થઈ 71 જાદુઈ ગાડીઓ! જાણો શું છે ખાસિયત

Kia Carens: કિયાએ જાહેરાત કરી છે કે તેણે પંજાબ પોલીસને 71 ખાસ કસ્ટમાઈઝ્ડ કેરેન્સ કાર પહોંચાડી છે. આ કારમાં એવું તો શું ખાસ છે તે જાણીને તમે પણ ચોંકી જશો...

પંજાબ પોલીસના કાફલામાં સામેલ થઈ 71 જાદુઈ ગાડીઓ! જાણો શું છે ખાસિયત

Punjab Police Kia Carens: પોલીસ પાસે હાઈટેક ગાડીઓ હોવી જોઈએ. આરોપીને પકડવા માટે અને ગુનેગારેને ઝડપી લેવા માટે પોલીસ કાફલાંમાં વાહનોમાં ફેરફાર કરવો જરૂરી છે. પંજાબ પોલીસ પહેલાંથી જ દેશભરમાં પોતાના આક્રામક મૂડને કારણે ફેમસ છે. ત્યારે હવે આ પોલીસના કાફલામાં સામેલ થઈ ગયો છે જાદુઈ ગાડીઓનો કાફલો. આ કાફલો એવો છે જે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. કિયાએ જાહેરાત કરી છે કે તેણે પંજાબ પોલીસને 71 ખાસ કસ્ટમાઇઝ્ડ કેરેન્સ પહોંચાડી છે. આ પર્પઝ-બિલ્ટ વ્હીકલ (PBVs) નો ઉપયોગ ઈમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ (ERVs) તરીકે કટોકટીની પરિસ્થિતિઓમાં નાગરિકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે કરવામાં આવશે.

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024:
Kiaએ તાજેતરમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં Carensનું PBV વર્ઝન લોંચ કર્યું હતું, તે અગાઉ ગયા વર્ષે ઑટો એક્સ્પો 2023માં પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. કિયાએ દાવો કર્યો હતો કે કેરેન્સ તેની હાઈટેક ટેક્નોલોજી, કનેક્ટેડ ફીચર્સ, વિશાળ વ્હીલબેસ અને વધુ સારી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. PBVs તરીકે 71 કારેન્સની ડિલિવરી પર ટિપ્પણી કરતા, કિયા ઇન્ડિયાના ચીફ સેલ્સ અને બિઝનેસ ઓફિસર મ્યુંગ-સિક સોહને જણાવ્યું હતું કે, આ કારમાં હાઈટેકમાં હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારને સૌથી પાવરફૂલ કસ્ટમાઈઝેશન કરવામાં આવ્યું છે.

એકદમ હાઈટેક છે આ જાદુઈ કારઃ
કસ્ટમાઇઝ્ડ Kia Carens PBV એ 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલ સ્માર્ટસ્ટ્રીમ 1.5-લિટર NA પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 114 bhp અને 144 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. PBVમાં કસ્ટમ હાઇ-ઇન્ટેન્સિટી સ્ટ્રોબ લાઇટ્સ, PA સિસ્ટમ અને 'ડાયલ 112 - ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ' ડીકલ્સનો સમાવેશ થાય છે. આ સિવાય તેમાં સ્થાપિત અન્ય ઉપકરણોને ચલાવવા માટે 60Ahની વધુ ક્ષમતાની બેટરી આપવામાં આવી છે. હાલની કંડિશનમાં આ એક સુપરકાર છે. એમાં અત્યારના તમામ આધુનિક ગેઝેટ્સ આવેલાં છે. આ સાથે જ તેને કસ્ટમાઈઝ કરીને પોલીસ વિભાગ દ્વારા પોતાના હિસાબે સુરક્ષા અને તપાસના સાધનોથી સજ્જ આધુનિક કાર બનાવાઈ છે. સ્ટાન્ડર્ડ મોડલની જેમ જ, કસ્ટમાઈઝ કરેલ કેરેન્સ કાર પણ એકદમ હાઈટેક ગાડી છે. સ્ટીલ સ્ટ્રક્ચર, ઓલ વ્હીલ ડિસ્ક બ્રેક્સ, ABS અને TPMS જેવી ઘણી સુવિધાઓ સાથે આવે છે. કારની છત પર પોલીસ લાઇટ આપવામાં આવી છે અને ગાડીની બોડી પર પોલીસના સ્ટીકર આપવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news