Apple એ કર્યા ફેન્સને ખુશ! iPhone 13 Series ના આ સમાચાર સાંભળી ઝૂમી ઉઠ્યા લોકો, કહ્યું- વાહ! આ તો ગજબ થઈ ગયું
એપલ ફેન્સ..? ખુશ તો બહુત હોગે તુમ આજ! કેમ કે એપલના નવા પ્રોડક્ટના લોન્ચિંગને હવે થોડા દિવસ જ બાકી છે. આ અઠવાડિયામાં જ એપલ iPhone 13 Series સહિત ઘણા નવા પ્રોડક્સ લોન્ચ કરવા જઈ રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી: એપલ ફેન્સ..? ખુશ તો બહુત હોગે તુમ આજ! કેમ કે એપલના નવા પ્રોડક્ટના લોન્ચિંગને હવે થોડા દિવસ જ બાકી છે. આ અઠવાડિયામાં જ એપલ iPhone 13 Series સહિત ઘણા નવા પ્રોડક્સ લોન્ચ કરવા જઈ રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓની રાહ, ઉડતા સમાચાર અને લીક થયેલા ફિચર્સ, તમામ પર ટુંક સમયમાં જ વિરામ લાગી જશે. લોન્ચથી થોડા દિવસ પહેલા પણ iPhone 13 ને લઇને સમાચાર લીક થવાના બંધ થઈ રહ્યા નથી. અમે તમને જણાવી ધઇએ કે, હાલમાં જ iPhone 13 Series ના રંગ અને મેમેરીના વેરીએન્ટ્સને લઇને એક નવા સમાચાર સામે આવ્યા છે.
ક્યાંથી આવ્યા સમાચાર
91Mobiles ના રિપોર્ટ અનુસાર યૂક્રેનની એક બેનામ વેબસાઈટે iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max કયા કલરમાં મળી શકે છે અને તેની સ્ટોરેજ વેરીએન્ટ્સ શું હોઈ શકે છે, તેના વિશે એક યાદી જાહેર કરી છે. તેમના હિસાબથી iPhone 13 ના મોડલ્સના રંગ અને સ્ટોરેજ ફિચર્સ શું હોઈ શકે છે.
આ પણ વાંચો:- Xiaomi 11 Lite 5G NE આ મહિને થઈ શકે છે લોન્ચ, 64MP ત્રિપલ રિયર કેમેરા સાથે મળશે આ ફીચર્સ
iPhone 13 Mini અને iPhone 13
iPhone 13 Mini ના કલરની વાચ કરીએ તો iPhone 12 Mini ની જેમ આ પણ કુલ 6 રંગમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ પ્રોડક્ટ (RED) ની સાથે તેને બ્લેક, બ્લૂ, પર્પલ, પિંક અને વ્હાઈટમાં લોન્ચ કરવામાં આી શકે છે. સ્ટોરેજની વાત કરીએ તો એપલ તેના આ મોડલને બે સ્ટોરેજ વેરીએન્ટમાં લોન્ચ કરી શકે છે, એક 128 GB અને બજો 256 GB
iPhone 13 પણ iPhone 13 Mini ની જેમ છ કલર અને બે સ્ટોરેજ વેરીએન્ટ્સમાં ઉપલબ્ધ થઈ શકે છે. સમાચારોનું માનીએ તો આ વખતે એપલે 64 GB ના મોડલને તેની લિસ્ટમાંથી એકદમ ગાયબ કરી દીધા છે.
iPhone 13 Pro અને iPhone 13 Pro Max
યૂક્રેનની વેબસાઈટના હિસાબથી iPhone 13 Pro અને iPhone 13 Pro Max બંને બ્લેક, સિલ્વર, ગોલ્ડ અને બ્રોન્ઝ આ ચાર કલરમાં ગ્રાહકો ખરીદ શકશે. સ્ટોરેજની વાત કરીએ તો iPhone 13 Pro 128 GB અને 256 GB ના સ્ટોરેજ ઓપ્શન્સ સાથે આવશે અને iPhone 13 Pro Max ના બે સ્ટોરેજ વેરીએન્ટ 256 GB અને 512 GB હશે. અહીં લીક થયેલા સમાચારના વિપરીત 1TB ની મેમેરી વાળા વર્ઝનનો કોઈ ઉલ્લેખ નથી.
એવું માનવામાં આવી રહ્યું છે કે, iPhone 13 સિરીઝના મોડલ નાના હશે, બેટરી મોટી હશે અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ સારું હશે. સાથે જ આ ફોન્સ A15 ના દરમદા પ્રોસેસર પર કામ કરશે. જો કે, થોડા દિવસોમાં આ ફોન્સના તમામ ફિચર્સ પરથી પરદો ઉઠી જશે અને સત્તાવાર રીતે તમામ જાણકારી સામે આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે