Lockdown વચ્ચે WhatsAppએ આપી ભેટ, હવે દિલ ખોલીને કરો ગોસિપ


વોટ્સએપ એક નવું શાનદાર ફીચર લઈને આવ્યું છે.

Lockdown વચ્ચે WhatsAppએ આપી ભેટ, હવે દિલ ખોલીને કરો ગોસિપ

નવી દિલ્હીઃ Lockdown વચ્ચે કંટાળામાંથી બહાર નિકળવા માટે વોટ્સએપ (WhatsApp) તમારા માટે એક શાનદાર ફીચર લઈને આવ્યું છે. હવે તમે ઘર બેઠા કોઈ એક નહીં પરંતુ ઘણા લોકોને ભેગા કરીને ગોસિપ કરી શકો છે. માત્ર ગપશપ જ નહીં તમે ઓફિસના વીડિયો કોલને પણ ભારતની સૌથી જાણીતી એપથી કરી શકો છો. 

WhatsAppનું ગ્રુપ વીડિયો ચેટ શરૂ
ફેસબુકે પોતાની હેઠળ કામ કરનારી કંપની વોટ્સએપે સામાન્ય લોકોને લૉકડાઉન વચ્ચે એક શાનદાર ફીચર આપ્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે હવે કોઈપણ યૂઝર પોતાના કોઈ વોટ્સએપ ગ્રુપમાં લોકો સાથે વીડિયો ચેટ કરી શકે છે. એક વારમાં માત્ર ચાર લોકો સ્ક્રીન પર જોવા મળશે, પરંતી વીડિયો ચેટ તમામ લોકો માટે હોઈ શકે છે આ બાબતને કંપનીએ ટ્વીટ કીર છે. 

આ રીતે કરો ગ્રુપ વીડિયો ચેટિંગ
કંપની અનુસાર તમે તમારા કોઈપણ વોટ્સએપ ગ્રુપમાં જઈને ત્યાં વીડિયો આઇકોનને દબાવો. ત્યારબાદ ગ્રુપના તમામ લોકો પાસે નોટિફિકેશન જશે. હવે તમે તમારા પ્રમાણે ત્રણ સભ્યોને પસંદ કરી શકો છે, જેને તમે જોવા ઈચ્છો છો. પરંતુ ગ્રુપના તમામ લોકો તમારી વાત સાંભળી શકશે. 

મહત્વનું છે કે મંગળવારે વોટ્સએપે જાણકારી આપી કે કોરોના વાયરસ પર વધતી અફવાઓને જોતા વાયરલ મેસેજને એકથી વધુ લોકોને મોકલી શકાશે નહીં. આ પહેલા તમે એક મેસેજને ઓછામાં ઓછા પાંચ ગ્રુપ કે યૂઝરને મોકલી શકતા હતા. કંપનીનું કહેવું છે કે અફવાઓને કારણે લોકોને મુશ્કેલીથી બચાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news