9 મેના સમાચાર News

જલ્દી જ કામે પરત ફરશે વિજય નહેરા, કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
અમદાવાદ (Ahmedabad) નાં તત્કાલિન કમિશ્નર વિજય નેહરા કોરોના પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાનાં કારણે બે અઠવાડિયા માટે હોમ ક્વોરન્ટાઇન થવાની જાહેરાત કરાઈ હતી. જોકે, હવે વિજય નહેરાના સ્વાસ્થય મામલે પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. AMC કમિશનર વિજય નેહરા (Vijay Nehra)નો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. થોડા સમયમાં વિજય નેહરા ફરીથી કામ પર પરત ફરશે. રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતિ ખુદ વિજય નહેરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વિજય નેહરાનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ ચેરમેન અને સીઇઓ મુકેશ કુમારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 
May 9,2020, 21:02 PM IST
કાયદો હાથમાં લઇ અવરોધ ઉભો કરતા અસામાજિક તત્વોને સાંખી લેવાશે નહિ : રાજ્ય પોલીસવડા
May 9,2020, 20:31 PM IST

Trending news