4 એપ્રિલના સમાચાર News

કોરોનાએ સુરતની મહિલાનો ભોગ લીધો, ગુજરાતમાં મૃત્યુઆંક 11 થયો
રાજ્યમાં કોરોના (corona virus) થી મોતના આંકડામાં વધુ એકનો ઉમેરો થયો છે. સુરત (Surat) ના કોરોના પોઝિટિવ મહિલાનું ગત મોડી રાત્રે મોત થયું છે. 61 વર્ષીય રજનીબેન લીલાનીનું મોત નિપજ્યું છે. સુરતના પાલ વિસ્તારમાં રહેતા રજનીબેન લીલાનીનો રિપોર્ટ ગઈકાલે આવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તેઓને પહેલેથી જ દમની બીમારી હતી. જોકે, સારવાર શરૂ થયાના થોડા કલાકોમાં જ તેમનુ મોત નિપજ્યું હતું. આમ, સુરતમાં કોરોનાનો મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે. જ્યારે કે, રાજ્યમાં કોરોનાથી મૃતકોનો આંકડો 11 પર પહોંચ્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ, શનિવારે અમદાવાદમાં 7, ભાવનગર અને ગાંધીનગરમાં બે-બે જ્યારે સુરત અને પાટણમાં એક-એક નવા કેસ નોંધાયો છે.
Apr 5,2020, 7:50 AM IST
CM રૂપાણીની મોટી જાહેરાત, માત્ર 10 દિવસમાં ગુજરાતની કંપનીએ બનાવ્યું વેન્ટિલેટર
Apr 4,2020, 15:41 PM IST
લોકડાઉનમાં 80 ટકાથી વધુ લોકોને રાશન પહોંચ્યું છે : અશ્વિની કુમાર
રાજ્યમાં લોકડાઉન વચ્ચે અન્ન અને પુરવઠા અંગેની વ્યવસ્થા અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળના 66 લાખ કુટુંબોને ઘઉં, ચોખા, દાળ , ખાંડ અને મીઠું વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાનું છે. 50 લાખ કુટુંબોને અત્યાર સુધી લાભ મળી ચૂક્યો છે. 80 ટકાથી વધુ લોકોને રાશન પહોંચ્યું છે. રાજ્યમાં 3.40 લાખ કુટુંબો ગરીબી રેખા હેઠળ છે, પણ તેમનો સમાવેશ NFSA હેઠળ ન હતો. આવા કુટુંબોને પણ મફતમાં અનાજ મળશે. અન્નબ્રહ્મ યોજનાનો લાભ અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકો, મજૂરોને મળશે. આજે રાજ્યમાં 47.11 લાખ લીટર દૂધની આવક થઈ અને વિતરણ પણ થયું. આ અંગે કોઈ તકલીફ હોય તો લોકો 1077 પર ફરિયાદ કરી શકે છે. અત્યાર સુધી અલગ અલગ જિલ્લાઓમાં 15 હજારથી વધુ ફરિયાદો મળી છે. આવશ્યક ચીજ વસ્તુઓ માટે 2.35 લાખ પાસ ઇસ્યુ કર્યા છે. કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે તે માટે 37 લાખ ફૂડ પેકેટ 8 મહાનગરોમાં વિતરણ કર્યા છે. ફક્ત ગઈકાલે જ 16 લાખ ફૂડ પેકેટનું વિતરણ થયું છે. 
Apr 4,2020, 14:25 PM IST
પીપળાના ઝાડ પર પાણી ચઢાવાથી કોરોનાથી બચશો.. આ મેસેજથી દોડતી થઈ મહિલાઓ....
Apr 4,2020, 9:50 AM IST

Trending news