13 મેના સમાચાર News

વિજય નહેરા ફરીથી AMCમાં સત્તા પર આવી શકે છે, ગમે ત્યારે ચાર્જ સંભાળશે
અમદાવાદમાં AMC કમિશનર તરીકે વિજય નહેરા ફરી સત્તામાં આવી શકે છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોઈપણ સમયે વિજય નેહરા પોતાનો ચાર્જ સંભાળી શકે છે.  પણ ચાર્જમાં આવ્યા બાદ વિજય નેહરાની સત્તા ઉપરઅનેક નિયંત્રણ આવી શકે છે. સૂત્રો દ્વારા માહિતી મળ્યા અનુસાર, અગાઉ તેઓ તમામ નિર્ણય સ્વતંત્ર રીતે કરતા હતા. ત્યારે હવે તેઓને વર્તમાન acs રાજીવ ગુપ્તાના હાથ નીચે કરવું પડશે. વિજય નેહરાનું કામ હાલમાં મુકેશ કુમાર કામ કરી રહ્યા છે તે મુજબ જ નિયંત્રિત રહેશે. નેહરાની ભૂમિકા  કેવી રહેશે તે અંગે હજી જાણવા મળ્યું નથી. વિજય નેહરાની અગાઉની ભૂમિકામાં સરકાર મોટો ફેરફાર કરશે. 
May 13,2020, 12:51 PM IST
આજે રાજ્યની કેબિનેટ બેઠક યોજાશે, પરંતુ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા નહિ રહે હાજર
May 13,2020, 11:55 AM IST
આખરે ગુજરાતના 33માં જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ, અમરેલીમાં પહેલો કેસ આવ્યો
ગુજરાતના બાકી રહેલા 33મા જિલ્લામાં પણ હવે કોરોના પહોંચી ગયો છે. અમરેલી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સુરતથી આવેલા વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમરેલી તાલુકાના ટીમ્બલા ગામના 67 વર્ષના વૃદ્ધ મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આથી અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર તાત્કાલિક બંધ કરાયું હતું. તો સાથે જ વૃદ્ધાનુ ચેકઅપ કરનાર  ડોક્ટરને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે. કોરોના પોઝિટિવ કેસની અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટિ કરાઈ છે. અમરેલી જિલ્લામાં સુરતથી કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે.  ગ્રીન ઝોનમાં કોરોનાની એન્ટ્રીથી સ્થાનિક તંત્ર એક્શનમાં આવી ગયું છે, તો સાથે જ લોકો પણ ચિંતિત બન્યા છે. 
May 13,2020, 10:38 AM IST
અમદાવાદથી હિંમતનગર જતા શ્રમિકો અરવલ્લી પહોંચ્યા તો હદ સીલ હતી, કર્યો હોબાળો
May 13,2020, 10:27 AM IST

Trending news