WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવા અંતિમ દિવસે ભારતને 280 તો ઓસ્ટ્રેલિયાને 7 વિકેટની જરૂર

IND vs AUS: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હવે રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ચોથા દિવસની રમતના અંતે ભારતે પોતાની બીજી ઈનિંગમાં 3 વિકેટે 164 રન બનાવ્યા છે. ભારતને છેલ્લા દિવસે જીત માટે 444 રનની જરૂર છે. 

WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવા અંતિમ દિવસે ભારતને 280 તો ઓસ્ટ્રેલિયાને 7 વિકેટની જરૂર

લંડનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધ ઓવલમાં ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (WTC Final 2023) માં ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 444 રનના લક્ષ્યના જવાબમાં ભારતીય ટીમે પોતાની બીજી ઈનિંગમાં 3 વિકેટે 164 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 44 અને રહાણે 20 રન બનાવી ક્રીઝ પર છે. અંતિમ એટલે કે પાંચમાં દિવસે ભારતને જીત માટે 280 રનની જરૂર છે તો ઓસ્ટ્રેલિયાને 7 વિકેટની જરૂર છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 296 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગના આધારે 173 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાની ઈનિંગ 270/8 પર ડિકલેર કરી ભારતને જીત માટે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

બીજી ઈનિંગમાં ભારતે ગુમાવી ત્રણ વિકેટ
ઓસ્ટ્રેલિયાએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને રોહિત શર્માએ પોઝિટિવ શરૂઆત કરતા પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ 18 રન બનાવી સ્કોટ બોલેન્ડનો શિકાર બન્યો હતો. ત્યારબાદ પુજારા અને રોહિતે બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. શાનદાર બેટિંગ કરી રહેલો કેપ્ટન રોહિત નાથન લાયનની ઓવરમાં LBW આઉટ થયો હતો. રોહિતે 43 રન બનાવ્યા હતા. પુજારા 27 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો હતો. 

ઓસ્ટ્રેલિયાએ 270/8 ઈનિંગ ડિક્લેર કરી
ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગમાં 8 વિકેટે 270 રન બનાવી ઈનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ ઈનિંગની 173 રનની લીડ બાદ ભારતને જીત માટે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે બીજી ઈનિંગમાં એલેક્સ કેરીએ સૌથી વધુ અણનમ 66 રન બનાવ્યા હતા. તો મિચેલ સ્ટાર્ક અને માર્નસ લાબુશેને 41-41 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય સ્મિથે 34, ગ્રીને 25, ટ્રેવિસ હેડ 18 રન બનાવી આઉટ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news