WTC Final: ધુઆંધાર બેટિંગથી ભુક્કા બોલાવી રહ્યો છે આ ખેલાડી, ઓસ્ટ્રેલિયા માટે સાબિત થશે કાળ!

Team India: ટીમ ઈન્ડિયા પાસે આવી ગયો છે એવો ખતરનાક ખેલાડી જેની બેટિંગ જોઈને ઓસ્ટ્રેલિયા હાલ ગભરાઈ ગયું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં આ ખેલાડી એકલા હાથે વિરોધી ટીમને પડી શકે છે ભારે....

WTC Final: ધુઆંધાર બેટિંગથી ભુક્કા બોલાવી રહ્યો છે આ ખેલાડી, ઓસ્ટ્રેલિયા માટે સાબિત થશે કાળ!

WTC Final 2023: ક્રિકેટ વિશે કહેવાય છેકે, ટેસ્ટ ક્રિકેટ ઈઝ એ રિયલ ટેસ્ટ ઓફ ક્રિકેટર્સ. ત્યારે આ જેન્ટલમન ગેમમાં દરેક સારા ક્રિકેટ અને કેપ્ટનનું સપનું હોય છે ટેસ્ટમાં બેસ્ટ બનવાનું. ભારત પાસે ટિમ ઈન્ડિયા પાસે હવે આ મોકો છે. આ મોકો છે વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટની ચેમ્પિયનશિપને જીતવાનો. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતનો એક ખેલાડી વિરોધી ટીમને ભારે પડી શકે છે. હાલ આ બેટરની ધુઆંધાર બેટિંગથી આખી ઓસ્ટ્રેલિયા ટિમ થરથર ધ્રુજી રહી છે. ઉલ્લેખનીય છેકે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર 7 જૂનથી 11 જૂન સુધી ટીમ ઈન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે. ત્યારે આ મેચ પહેલાંથી જ ભારતના આ ખતરનાક બેટ્સમેનનું ઘાતક ફોર્મ જોઈને ઓસ્ટ્રેલિયન ટીમ પહેલેથી જ ધ્રૂજી રહી છે.

ભારતનો આ જુવાનિયો ઓસ્ટ્રેલિયાને હંફાવે છેઃ
ટીમ ઈન્ડિયાનો ખતરનાક બેટ્સમેન ઈશાન કિશન હાલ આઈપીએલમાં વિરોધી ટીમના ગાભા કાઢી રહ્યો છે.  મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાયેલી IPL મેચમાં ઇશાન કિશને 21 બોલમાં 42 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ઈશાન કિશનની આ વિસ્ફોટક ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છેકે, કેએલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની આ ટાઈટલ મેચમાં ઈશાન કિશન વિકેટ કીપર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરશે.
 
રોહિતનું ઘાતક હથિયારઃ
હાલ ઈશાન કિશનના રૂપમાં રોહિત શર્મા પાસે એક ઘાતક હથિયાર આવી ગયું છે. જે ગણતરીની મિનિટોમાં મેચની બાજી પલટી શકે છે. હાલ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે. બેટ્સમેન ઉપરાંત કેએલ રાહુલ પણ વિકેટકીપર તરીકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમે તેવી આશા હતી. તે ઘાયલ થતાં તેને બદલે ઈશાનને મોકો આપવામાં આવ્યો છે. 

ઋષભ પંત અકસ્માતને કારણે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC ફાઈનલ)માંથી બહાર ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં BCCIએ ઈશાન કિશનને રિષભ પંત જેવા વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેનની ભરપાઈ કરવાની તક આપી છે. જણાવી દઈએ કે ઈશાન કિશને 10 ડિસેમ્બર 2022ના રોજ ચિત્તાગોંગમાં રમાયેલી ત્રીજી ODI મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 131 બોલમાં 210 રન બનાવ્યા હતા. ઇશાન કિશને 210 રનની વિસ્ફોટક ઇનિંગમાં 24 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. રિષભ પંતની ગેરહાજરીને કારણે ભારત મિડલ ઓર્ડરમાં એક્સ-ફેક્ટર ગુમાવશે. ઈશાન કિશન મિડલ ઓર્ડરમાં રિષભ પંતના એક્સ-ફેક્ટરની કમી ભરપાઈ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news