બજરંગ અને પૂજાએ જીત્યો ગોલ્ડ મેડલ, સાક્ષી સહિત ત્રણને સિલ્વર

બજરંગે 65 કિલો ફ્રીસ્ટાઇલના ફાઇનલમાં અમેરિકાએ જોર્ડન માઇકલ ઓલિવરને 12-3થી હરાવ્યો હતો. 
 

બજરંગ અને પૂજાએ જીત્યો ગોલ્ડ મેડલ, સાક્ષી સહિત ત્રણને સિલ્વર

સોફિયા (બુલ્ગારિયા): ભારતીય રેસલર બજરંગ પૂનિયા અને પૂજા ઢાંડાએ અહીં ડેન કોલોવ-નિકોલા પેટ્રોલ આંતરરાષ્ટ્રીય મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બંન્ને સિવાય ત્રણ અન્ય ભારતીય રેસલરોએ સિલ્વર મેડલ જીત્યો હતો. વિનેશ ફોગાટે મહિલાઓની 53 કિલો વર્ગના ફાઇનલમાં પહોંચી ગઈ છે. 

સરિતા દેવીએ 59 કિલોમાં જીત્યો સિલ્વર મેડલ
બજરંગે 65 કિલો ફ્રીસ્ટાઇલના ફાઇનલમાં અમેરિકાએ જોર્ડન માઇકલ ઓલિવરને 12-3થી હરાવ્યો હતો. બજરંગ પણ પોતાના ત્રણ મેચ જીતવામાં સફળ રહ્યો હતો. તેણે સેમિફાઇનલમાં રૂસના એડુઅર્ડ ગ્રિગોરેવને હરાવ્યો હતો. 

2018 વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડાલિસ્ટ પૂજાએ 59 કિલો ફ્રીસ્ટાઇલમાં કોઈ મેચ ન ગુમાવ્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તે પણ ત્રણ મેચ જીતવામાં સફળ રહી હતી. આ કેટેગરીમાં ભારતની સરિતા દેવીએ સિલ્વર મેડલ જીત્યો હતો. 

65 કિલોના ફાઇનલમાં રિયો ઓલમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટ સાક્ષી મલિક હારી ગઈ. સ્વીડનની હેના જોહાનસને સાક્ષીને એકતરફા મુકાબલામાં 8-3થી હરાવી હતી. સાક્ષીએ સેમીફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન પેટ્રો ઓલીને હરાવી હતી. 

મહિલાઓના 53 કિલો વર્ગના સેમિફાઇનલમાં વિનેશે અમેરિકાની સારા એન હિલડેબ્રૈન્ડેટને હરાવી હતી. હવે ફાઇનલમાં તેનો મુકાબલો વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા ચીનની કિયાનયૂ પંગ સામે થશે. 

પુરૂષ વર્ગના 61 કિલો વર્ગમાં સંદીપ તોમરે ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. સંદીપને કઝાકિસ્તાનના નુરિસ્લામ સાનાયેવે 10-0થી પરાજય આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news