રોમ રેન્કિંગ સિરીઝઃ બજરંગ પૂનિયા અને રવિ કુમારની ધમાલ, જીત્યો ગોલ્ડ મેડલ
ભારતીય રેસલર બજરંગ પૂનિયા અને રવિ કુમાર દાહિયાએ શનિવારે રાત્રે રોમ રેન્કિંગ સિરીઝની ફાઇનસમાં ધમાકેદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીત્યા છે.
Trending Photos
રોમઃ ભારતીય રેસલર બજરંગ પૂનિયા અને રવિ કુમાર દાહિયાએ શનિવારે રાત્રે રોમ રેન્કિંગ સિરીઝની ફાઇનસમાં ધમાકેદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીત્યા છે. ઓલિમ્પિક મેડલની આશા 25 વર્ષીય બજરંગી જ્યાં પાછળ રહ્યાં બાદ વાપસી કરી અને અમેરિકાના બોક્સર જોર્ડન માઇકલ ઓલિવરને 4-3થી હરાવતા 65 કિલો ફ્રીસ્ટાઇલ વર્ગમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.
બીજીતરફ રવિ કુમારે 61 કિલો ફ્રીસ્ટાઇલ વર્ગનો ગોલ્ડ પોતાના નામે કર્યો છે. તેણે એકતરફા મુકાબલામાં કઝાકિસ્તાનના નુરબોલાત અબ્દુઆલિયેવને 12-2થી કારમો પરાજય આપ્યો હતો. બજરંગે જ્યાં ગોલ્ડ માટે મહેનત કરવી પડી તો રવિ માટે મુકાબલો એકતરફી રહ્યો હતો.
વિપક્ષી રેસલરે કરી પ્રશંસા
રસપ્રદ વાત છે કે રવિ આ વખતે 61 કિલોમાં લડી રહ્યો હતો, જ્યારે તે આ પહેલા 57 કિલો વર્ગમાં ઉતરતો હતો. ગોલ્ડ મુકાબલો હાર્યા બાદ વિપક્ષી રેસલરે ટ્વીટર પર લખ્યું, 'આ મારી રાત નહતી, પરંતુ અહીં સુધી પહોંચવા માટે મેં મહેનત કરી હતી. તમને સલામ. ફરી મળીશું દોસ્ત.'
આવી રહી બજરંગની સફર
ભારતના સ્ટાર રેસલર બજરંગે પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના જૈન એલેન રદરફોર્ડને મુશ્કેલ મેચમાં 5-4થી પરાજય આપ્યો હતો. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય રેસલરે અમેરિકાના જોસફ ક્રિસ્ટોફર મૈક કેનાને 4-2થી હાર આપી અને સેમિફાઇનલમાં યૂક્રેનના વાલિસ શુપતારની સફરને 6-4થી સમાપ્ત કરી હતી.
આ વચ્ચે જિતેન્દર (74 કિલો) અને દીપક પુનિયા (86 કિલો)એ દિવસના શરૂઆતી મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. હાલના ચૂનિયર વિશ્વ ચેમ્પિયન અને વિશ્વ ચેમ્પિયનના સિલ્વર મેડલ વિજેતા દીપકને પુઅર્તો રિકોના ઇશામ એડ્રિયન રામોએ 1-11થી પરાજય આપ્યો હતો. જિતેન્દરે પ્રથમ રાઉન્ડમાં યૂક્રેનના ડેનિસ પાવલોવને 10-1થી હરાવ્યો હતો. પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં તુર્કીના સોનેર દેમિરતાસ સામે 0-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.
વિનેશ અને અંશુને પણ ગોલ્ડ
બજરંગ અને દહિયા સિવાય વિનેશ ફોગાટ, 18 વર્ષીય અંશુ મલિક, ગ્રીકો રોમન રેસલર સાજન ભનવાલ, ગુરપ્રીત સિંહ અને સુનીલ કુમારે પણ પોત-પોતાના ભાર વર્ગમાં મેડલ જીત્યા હતા. વિનેશે શુક્રવારે મહિલાઓના 53 કિલો ફાઇનલમાં જ્યારે અંશુએ 87 કિલો ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુરપ્રીત (82 કિલો) રેન્કિંગ સિરીઝમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. આ સિવાય સુનીલે 87 કિલોમાં સિલ્વર અને ભાનવાલે 77 કિલો વર્ગમાં બોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે