Gujarat Giants Squad WPL 2023: ગુજરાત જાયન્ટ્સની ટીમમાં આ 'નબળાઈ' ઊડીને આંખે વળગી, ટીમમાં કોણ કોણ સામેલ ખાસ જાણો

ગુજરાત ફ્રેન્ચાઈઝીએ 6 વિદેશી ખેલાડીઓ પર પોતાના પર્સ લીમિટનો 65.41 ટકા ભાગ ખર્ચ કર્યો. ગુજરાત જાયન્ટ્સની ટીમે એશ્લે ગાર્ડનર (3.2 કરોડ), બેથ મૂની (2 કરોડ), જ્યોર્જિયા વેરહમ (75 લાખ), એનાબેલ સદરલેન્ડ (70 લાખ), સોફિયા ડંકલે (60 લાખ) અને ડિયાન્ડ્રા ડોટિન (60 લાખ)ને ખરીદવા માટે 7.85 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. 

Gujarat Giants Squad WPL 2023: ગુજરાત જાયન્ટ્સની ટીમમાં આ 'નબળાઈ' ઊડીને આંખે વળગી, ટીમમાં કોણ કોણ સામેલ ખાસ જાણો

WPL ની પહેલી સીઝન માટે ખેલાડીઓની હરાજીમાં ગુજરાતે વિદેશી ખેલાડીઓ પર વધુ ભરોસો વ્યક્ત કર્યો છે. આ ફ્રેન્ચાઈઝીએ પોતાના પર્સથી 11.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને 18 જેટલા ખેલાડીઓ ખરીદ્યા છે. 

6 વિદેશી ખેલાડી પર 65 ટકા ખર્ચ
ગુજરાત ફ્રેન્ચાઈઝીએ 6 વિદેશી ખેલાડીઓ પર પોતાના પર્સ લીમિટનો 65.41 ટકા ભાગ ખર્ચ કર્યો. ગુજરાત જાયન્ટ્સની ટીમે એશ્લે ગાર્ડનર (3.2 કરોડ), બેથ મૂની (2 કરોડ), જ્યોર્જિયા વેરહમ (75 લાખ), એનાબેલ સદરલેન્ડ (70 લાખ), સોફિયા ડંકલે (60 લાખ) અને ડિયાન્ડ્રા ડોટિન (60 લાખ)ને ખરીદવા માટે 7.85 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. 

ફક્ત 4.1 કરોડમાં ખરીદ્યા 12 ભારતીય ખેલાડી
જ્યારે 12 ભારતીય પ્લેયર્સને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ગુજરાત જાયન્ટ્સની ટીમે 4.1 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા. હરાજી બાદ ગુજરાત જાયટન્ટ્સની ટીમના પર્સમાં 5 લાખ રૂપિયા પણ બચ્યા છે. ભારતીય પ્લેયર્સમાં સ્નેહ રાણા, હરલીન દેઓલ, અને સુષમા શર્મા જેવા મશહૂર ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. 

ગુજરાતની ટીમમાં સ્નેહ રાણા સૌથી મોટું નામ છે. તેમની ઓફ સ્પિન બોલિંગ મુંબઈના મેદાનોમાં ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ગુજરાતે અનેક નવા યુવા ખેલાડીઓને પણ તક આપી છે જે આવનારા સમયમાં મોટું નામ બની શકે છે. 

ગુજરાતની સૌથી મોટી નબળાઈ
ગુજરાત માટે સૌથી મોટી નબળાઈ એ છે કે આ ટીમમાં ભારતીય સ્ટાર નથી. જ્યારે હરલીન દેઓલ અને સબ્લિનેની મેઘના જેવા ખેલાડીઓ ટીમનો ભાગ જરૂર છે પરંતુ તેમના ઈજાગ્રસ્ત થવા પર ટીમમાં કોઈ સટિક વિકલ્પ નથી. વિદેશી ખેલાડીઓના મામલે ટીમે સારી રીતે પસંદગી કરી છે અને ગાર્ડનર જેવા ખેલાડીઓ જ ઈજાગ્રસ્ત થાય તો સોફિયા ડંકલી અને ડિયાન્ડ્રા ડોટિન જેવા ખેલાડીઓ પણ છે. 

એશ્લે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા)       3.2 કરોડ રૂપિયા
બેથ મૂની (ઓસ્ટ્રેલિયા)               2 કરોડ રૂપિયા
સોફિયા ડંકલી (ઈંગ્લેન્ડ)           60 લાખ રૂપિયા
એનાબેલ સદરલેન્ડ (ઓસ્ટ્રેલિયા)  70 લાખ રૂપિયા
હરલીન દેઓલ (ભારત)            40 લાખ રૂપિયા
ડિયાન્ડ્રા ડોટિન (ભારત)            60 લાખ રૂપિયા
સ્નેહ રાણા (ભારત)                  75 લાખ રૂપિયા
સબ્બિનેની મેઘના (ભારત)          30 લાખ રૂપિયા
જ્યોર્જિયા વાહેહમ (ઓસ્ટ્રેલિયા)     75 લાખ રૂપિયા
માનસી જોશી (ભારત)               30 લાખ રૂપિયા
દયાલન હેમલતા (ભારત)           30 લાખ રૂપિયા
મોનિકા પટેલ (ભારત)               30 લાખ રૂપિયા
તનુજા કંવર (ભારત)                 50 લાખ રૂપિયા
સુષમા વર્મા (ભારત)                  60 લાખ રૂપિયા
હર્લી ગાલા (ભારત)                   10 લાખ રૂપિયા
અશ્વિની કુમારી (ભારત)               35 લાખ રૂપિયા
પરુનિકા સિસોદિયા (ભારત)          10  લાખ રૂપિયા
શબનમ વકીલ (ભારત)               10 લાખ રૂપિયા

કુલ ખેલાડીઓ 18
વિદેશી ખેલાડીઓની સંખ્યા - 6
સ્વદેશી ખેલાડીઓની સંખ્યા - 12
પર્સમાં બચેલા પૈસા - 5 લાખ
કુલ ખર્ચ કરાયેલા પૈસા 11.95 કરોડ 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news