રોહિત શર્માએ ગેંડાને બચાવવા શરૂ કર્યું અભિયાન, સોશિયલ મીડિયા પર થઈ રહી છે પ્રશંસા
રોહિત શર્માએ કહ્યું, 'ભવિષ્ય આપણા હાથમાં છે. આપણે તે નક્કી કરવું પડશે કે આપણા બાળકો વિશ્વની જૈવ વિવિધતાનો આનંદ ઉઠાવી શકે.'
Trending Photos
નવી દિલ્હીઃ મેદાન પર રનનો વરસાદ કરનાર ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા હવે એક એવા અભિયાન સાથે જોડાયો છે, જેને ક્રિકેટ સાથે કોઈ લેવા દેવા નથી. તેમ છતાં તેના પ્રયાસની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. રોહિતનું આ અભિયાન વિલુપ્ત થઈ રહેલા ગેંડાના સરંક્ષણ માટે છે. તેણે કહ્યું કે, તે હવે ગેંડાને બચાવવા માટે બેટિંગ કરશે.
રોહિત શર્મા WWF ઈન્ડિયા અને એનીમલ પ્લેનેટની સાથે મળીને એક સિંગડા વાળા ગેંડાના સંરક્ષણની જરૂરરીયાત પ્રત્યે જાગરૂકતા ફેલવનાર 'રોહિત4રાઇનોઝ' અભિયાન સાથે જોડાયો છે. આ અભિયાન 22 સપ્ટેમ્બરે 'વિશ્વ રાઇનો દિવસ' માટે એનીમલ પ્લેનેટ પર લોન્ચ કરવામાં આવ્યું છે. રોહિતે આ વિશે ટ્વીટ કર્યું છે. તેણે કહ્યું, 'આપણી ફરજ છે કેઆપણે અન્ય પ્રજાતિઓને પણ બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.'
A good step taken by you Rohit sir this is not only the thing that to protect wild life it is to respect wildlife https://t.co/hIVUHcPF4I seeing this tweet of you all the fans and people will get attracted to wildlife. pic.twitter.com/vMh9k372OS
— Atharv Moghe (@AtharvMoghe) September 4, 2019
A good step taken by you Rohit sir this is not only the thing that to protect wild life it is to respect wildlife https://t.co/hIVUHcPF4I seeing this tweet of you all the fans and people will get attracted to wildlife. pic.twitter.com/vMh9k372OS
— Atharv Moghe (@AtharvMoghe) September 4, 2019
તેણે કહ્યું, 'ભવિષ્ય આપણા હાથમાં છે. આપણે તે નક્કી કરવા માટે બધુ કરવું જોઈએ કે આપણા બાળકો દુનિયાની જૈવ વિવિધતાનો આનંદ ઉઠાવી શકે. મને આશા છે કે આ અભિયાન અન્યને આગળ આવવા માટે અને એક શિંગડા વાળા ગેંડાને બચાવવા માટે એનીમલ પ્લેનેટ, WWF ઈન્ડિયા અને મેરેની સાથે જોડવા પ્રેરિત કરશે.'
રોહિતે જે વીડિયો શેર કર્યો છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે હવે વિશ્વમાં માત્ર 3500 ગેંડા છે. તેમાંથી 82% ગેંડા ભારતમાં છે. સોશિયલ મીડિયા પર રોહિતની આ અભિયાન માટે ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ઘણા લોકો રોહિતને મહાન ખેલાડી ગણાવી આ અભિયાનની સરાહના કરવામાં આવી છે.
આવી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું કે રોહિત સર તમે આ અભિયાન સાથે જોડાઇને સારૂ કર્યું. તમે તેની સાથે જોડાવાથી કારણે હવે તમારા પ્રશંસક પણ ગેંડાને બચાવવાના અભિયાનમાં પોતાનો સહયોગ આપી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે