અફઘાનિસ્તાનના મોઢામાંથી જીતનો કોળિયો ઝૂંટવી લેનાર મેક્સવેલે વિસ્ફોટક ઈનિંગ અંગે કર્યો મોટો ખુલાસો

Glenn maxwell Double Hundred: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે વર્લ્ડ કપ 2023ની મેચમાં ગ્લેન મેક્સવેલ નામનું એક એવું તોફાન આવ્યું જેણે અફઘાનિસ્તાનની ટીમને વેરવિખેર કરીને મુકી દીધી. એક સમયે ઓસ્ટ્રેલિયા 7 વિકેટે 91 રનની સ્થિતિમાં હતું પરંતુ ત્યારબાદ જે થયું તે કોઈએ વિચાર્યું પણ નહીં હોય.

અફઘાનિસ્તાનના મોઢામાંથી જીતનો કોળિયો ઝૂંટવી લેનાર મેક્સવેલે વિસ્ફોટક ઈનિંગ અંગે કર્યો મોટો ખુલાસો

Glenn maxwell Double Hundred: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે વર્લ્ડ કપ 2023ની મેચમાં ગ્લેન મેક્સવેલ નામનું એક એવું તોફાન આવ્યું જેણે અફઘાનિસ્તાનની ટીમને વેરવિખેર કરીને મુકી દીધી. એક સમયે ઓસ્ટ્રેલિયા 7 વિકેટે 91 રનની સ્થિતિમાં હતું પરંતુ ત્યારબાદ જે થયું તે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ગ્લેન મેક્સવેલે લંગડાતા પગે કદાચ પોતાની કરિયરની સૌથી શ્રેષ્ઠ ઈનિંગ રમી. ગ્લેન મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે 128 બોલમાં અણનમ 201 રન કર્યા. ગ્લેન મેક્સવેલની ઈનિંગમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા હતા. 

ખૂંખાર મેક્સવેલ
અફઘાનિસ્તાનને તહેસ નહેસ કર્યા બાદ ગ્લેન મેક્સવેલે પોતાની આ વિસ્ફોટક બેટિંગ વિશે ચર્ચા કરી છે. ગ્લેન મેક્સવેલે લંગડાતા પગે કદાચ પોતાની કારકિર્દીની શ્રેષ્ઠ ઈનિંગ રમી છે. ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાનના મોઢામાંથી જીતનો કોળિયો  છીનવી લીધો. મેચ બાદ તેણે કહ્યું કે આજે ફિલ્ડિંગ કરતી વખતે ખુબ જ ગરમી હતી. મે ગરમીમાં વધુ કસરત પણ કરી નહતી. આજે ગરમી મારા પર હાવી થઈ ગઈ. હું મારા પગ પર ઊભા રહીને ક્રીઝ પર રહેવા માંગતો હતો. પછી મે પણ મારા શોટ્સ રમવાની કોશિશ કરી. 

મને મારા પર ગર્વ
અફઘાનિસ્તાને ખુબ સારી બોલિંગ કરી પરંતુ મારા માટે તકનો ફાયદો ઉઠાવીને ઈનિંગ રમવું ખુબ શાનદાર રહ્યું. આજે રાતે હું સોનેરી તકનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માંગતો હતો. આ એક એવી ઈનિંગ છે જેના માટે મને મારા પર ગર્વ છે. આશ્ચર્યજનક છે. વર્લ્ડ  કપ 2023ની પહેલી 2 મેચોમાં હાર બાદ લોકોએ અમને તરત નકારી દીધા હતા. એક ટીમ તરીકે હંમેશાથી અમને અમારા પર ભરોસો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news