World Cup 2019: કઈ રીતે બુમરાહને કરવામાં આવે પરેશાન, લારાએ કર્યો ખુલાસો

બ્રાયન લારાએ કહ્યું, 'પ્રથમ વાત, જો હું તેને સામે રમી રહ્યો હોત.' હું સ્ટ્રાઇક રોટેટ કરવાનું વિચારુ. તે શાનદાર બોલર છે અને તેવામાં જેની એક્શન થોડી અલગ છે. 

World Cup 2019: કઈ રીતે બુમરાહને કરવામાં આવે પરેશાન, લારાએ કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ તે વાતનો ખુલાસો કર્યો કે, જો તે આજે વનડે ક્રિકેટમાં રમતા હોત તો વિશ્વના હાલના સમયના નંબર વન બોલર જસપ્રીત બુમરાહનો સામનો કરવાનો હોય તો કેમ કરત? બ્રાયન લારાએ જસપ્રીત બુમરાહને કેમ પરેશાન કરવામાં આવે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. બ્રાયન લારાએ કહ્યું કે, તે બુમરાહ પર એટેક નહીં પરંતુ સ્ટ્રાઇક રોટેટ કરીને તેને પરેશાન કરત. 

ટેસ્ટ ક્રિકેટમાં 400 રનની ઈનિંગ રમનારા વિશ્વના પ્રથમ અને અત્યાર સુધીના અંતિમ ખેલાડી લારાએ કહ્યું કે, તે જસપ્રીત બુમરાહ વિરુદ્ધ વનડે ક્રિકેટમાં એટેક કરવાનું ન વિચારી પરંતુ એક-એક રન બનાવીને બુમરાહને મુશ્કેલીમાં લાવવાનો પ્રયત્ન કરત. લારાએ કહ્યું કે, તે ભારતીય બોલર બુમરાહ વિરુદ્ધ પોતાની વિરુદ્ધ સેટ થવાની તક ન આપે. મહત્વનું છે કે જસપ્રીત બુમરાહ ડેથ ઓવરોનો નિષ્ણાંત છે આ સાથે વિકેટ ઝડપવામાં માહેર છે. 

બ્રાયન લારાએ કહ્યું, 'પ્રથમ વાત, જો હું તેને સામે રમી રહ્યો હોત.' હું સ્ટ્રાઇક રોટેટ કરવાનું વિચારુ. તે શાનદાર બોલર છે અને તેવામાં જેની એક્શન થોડી અલગ છે. બેટ્સમેનોએ તેના પર નજર રાખવાની હોય છે અને હું હોત તો હું સ્ટ્રાઇક રોટેટ કરી તેના પર દબાવ બનાવું. વનડેમાં તમારી પાસે સિંગલ લેવાની વધુ તક હોય છે. 

કેરેબિયન દિગ્ગજે કહ્યું, ભૂતકાળમાં તમે જોયું કે બેટ્સમેન મુથૈયા મુરલીધરન અને સુનીલ નરેન જેવા ખેલાડીઓ પર રન માટે જતા હતા. આ ખુબ મુશ્કેલ હોય છે અને બુમરાહ વિરુદ્ધ કરવું મુશ્કેલ છે. હું બેટ્સમેનોને કહું છું કે, તમે એક ઓવરમાં છ સિંગલ લો. તે ભારતનો સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક છે અને લગભગ ત્યારબાદ તમે કેટલાક વધુ એરિયામાં તેની વિરુદ્ધ રન  બનાવવા વિશે વિચારી શકો છો. 

બ્રાયન લારાએ કહ્યું, 'હું કાઉન્ટર એટેકમાં વિશ્વાસ કરતો નથી, આ પ્રકારના બોલરો વિરુદ્ધ આ સારો વિચાર નથી. તેનો એક દિવસ ખરાબ હોય શકે છે અને બેટ્સમેન તેનો ફાયદો ઉઠાવી શકે છે.' આ સિવાય લારાએ વિરાટ કોહલીને લઈને કહ્યું કે, તે માણસ નથી, મશીન છે. લારા તે પણ માને છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગેમમાં ફેરફાર કર્યો છે. 

ડાબા હાથના આ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ કહ્યું, તે મશીન છે. અમે 80-90માં જે બેટ્સમેનોને જોતા હતા કોહલીએ તે બધાને એક ટેબલ પર સાથે લાવી દીધા છે. ફિટનેસ હંમેશાથી મહત્વની રહી છે પરંતુ એટલી નહીં જેટલી હવે છે. જેટલું ક્રિકેટ રમવામાં આવી રહ્યું છે, તે પ્રમાણે ફિટ રહેવું ખુબ જરૂરી છે. તે જિમમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે. તે રન મશીન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news