World Cup 2019: ક્રિકેટના મહાકુંભ માટે રણભૂમિ તૈયાર, જાણો આ વખતે શું છે ખાસ
ક્રિકેટના મહાકુંભ કહેવાતા આઈસીસી વિશ્વકપનો પ્રારંભ ગુરૂવારથી થશે. આ વખતે ટૂર્નામેન્ટના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ઘણા ખેલાડી આ વખતે પ્રથમવખત ટૂર્નામેન્ટમાં રમશે. 1 ટ્રોફી અને 10 દાવેદાર છે.
Trending Photos
લંડનઃ આઈસીસી વર્લ્ડ કપની 12મી સિઝન ગુરૂવારથી શરૂ થઈ રહી છે જ્યાં 10 ટીમો ક્રિકેટની બાદસાહ બનવા માટે ટકરાશે. 46 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચ રમાશે. ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. બંન્ને ટીમો અત્યાર સુધી વિશ્વ કપ જીતી શકી નથી.
ઈંગ્લેન્ડ યજમાન હોવાને કારણે દાવેદાર માનવામાં આવી રહ્યું છે તો ઓસ્ટ્રેલિયા પણ સ્મિથ અને વોર્નર આવવાથી મજબૂત થયું છે. ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં ઉતરશે અને ત્રીજીવાર ટાઇટલ જીતવાનો પ્રયત્ન કરશે.
નથી પડાયા ટીમોના ગ્રુપ
આ સિઝનમાં ટૂર્નામેન્ટના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ટીમોને ગ્રુપોમાં વહેંચવામાં આવી નથી. આ વખતે દરેક ટીમે દરેક ટીમ સામે મેચ રમવાની રહેશે અને સેમીફાઇનલમાં તે ટીમ પહોંચશે જે લીગ રાઉન્ડના અંત બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં હશે. એક ટીમ લીગ રાઉન્ડમાં કુલ 9 મેચ રમશે.
ફોર્મેટમાં ફેરફાર, પરંતુ રોમાંચ યથાવત
નવા ફોર્મેટને કારણે આ ટૂર્નામેન્ટ થોડી લાંબી જરૂર થઈ શકે છે પરંતુ તેનો રોમાંચ ઓછો થવાનો નથી. આ વાતનો અંદાજ પ્રેક્ટિસ મેચમાં આવી ગયો છે. આ પ્રકારના ફોર્મેટમાં સામાન્ય રીતે શાનદાર સ્પર્ધા જોવા મળે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) તેનું સારૂ ઉદાહરણ છે.
અભ્યાસ મેચોમાં રનનો વરસાદ
પ્રેક્ટિસ મેચમાં તે વાતનો સંકેત આપવામાં આવ્યો છે કે ટૂર્નામેન્ટમાં રનનો વરસાદ થઈ શકે છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રેક્ટિસ મેચમાં જ્યાં કિવી ટીમ વિરુદ્ધ 400નો આંકડો પાર કર્યો તો ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ 350 કરતા વધારે રન બનાવ્યા હતા. તમામ ટીમો માટે તે જરૂરી હશે કે તે પોતાની રમતમાં સાતત્યતા બનાવી રાખે કારણ કે આ પ્રકારના ફોર્મેટમાં આ એક વસ્તુ છે જે ટીમનો કોઈપણ મુશ્કેલી વિના સેમીફાઇનલમાં પહોંચાડી શકે છે.
સ્થિતિ એવી પણ થઈ શકે કે અંતિમ-4માં જવા માટે બીજી ટીમો પર નિર્ભર થવું પડે. આ સિઝનમાં ન માત્ર ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે ટીમની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. 2015 અને 2015 વિશ્વકપમાં કુલ 14 ટીમોએ ભાગ લીધો હતો. એવું નથી કે આ પ્રકારના ફોર્મેટમાં પ્રથમ વખત વિશ્વ કપ રમાઇ રહ્યો છે. આ પહેલા 1992માં પણ આ ફોર્મેટમાં વિશ્વ કપ રમાયો હતો અને ત્યારે નવ ટીમોએ ભાગ લીધો હતો.
આ છે ટાઇટલના પ્રબળ દાવેદાર
જો ટાઇટલના પ્રબળ દાવેદારોની વાત કરીએ તો યજમાન દેશ સિવાય ભારતનું નામ સૌથી ઉપર છે. તેનું કારણ આ દિવસોમાં ટીમનું ફોર્મ છે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ 2019માં જે પ્રકારનું ફોર્મ મેળવ્યું છે, તેથી તે પણ રેસમાં છે. વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની ટીમો છેલ્લી 3 સિઝનમાં છુપા રુસ્તમની જેમ વિશ્વકપમાં આવતી રહી છે, પરંતુ આ વખતે બંન્નેની સાથે અફગાનિસ્તાનનું નામ પણ છે. તેણે પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનને હરાવીને તે વાતનો સંકેત આપી દીધો છે વિશ્વકપમાં તેને હળવાશમાં લેવી અન્ય ટીમો માટે ભૂલ સાબિત થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયા જ્યાં પોતાનું ટાઇટલ બચાવવા ઉતરશે તો ઈંગ્લેન્ડની નજર પ્રથમ વિશ્વ કપ ટાઇટલ પર જશે. ભારતીય ટીમ ત્રીજીવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું સપનું લઈને ઓસ્ટ્રેલિયા પહોંચી છે. ભારત પોતાનો પ્રથમ મેચ 5 જૂને સાઉથૈમ્ટનમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમશે. ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા પણ પ્રયત્ન કરશે કે તે પોતાની ટીમનું ખાતું ખોલાવી શકે.
ચોકર્સનો ટેગ હટાવવા ઉતરશે સાઉથ આફ્રિકા
દક્ષિણ આફ્રિકાને વિશ્વકપમાં ચોકર્સના નામથી જાણવામાં આવે છે. તેની પાછળનું કારણ વિશ્વકપમાં મહત્વના સમયે હારી જવાનો ઈતિહાસ છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાનીવાળી ટીમ આ વખતે આ ટેગ હટાવવા પ્રયત્ન કરશે. પાછલા વિશ્વકપમાં રનર્સ-અપ રહેલી ન્યૂઝીલેન્ડ પણ મજબૂત ટીમ માનવામાં આવી રહી છે. પરંતુ ટાઇટલ જીતવા માટે તેણે હાલના પ્રદર્શનથી સારૂ કરવું પડશે.
9 જુલાઈથી સેમીફાઇનલ
ટૂર્નામેન્ટમાં લીગ રાઉન્ડનું સમાપન 6 જુલાઈએ થશે. 9 જુલાઈથી સેમીફાઇનલ મેચ રમાશે. પ્રથમ સેમીફાઇનલ માનચેસ્ટર અને બીજી સેમીફાઇનલ બર્મિઁઘમમાં રમાશે. ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો 14 જુલાઈએ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ પર રમાશે.
11 મેદાન પર રમાશે મેચ
ટૂર્નામેન્ટમાં મેચ કુલ 11 મેદાન પર રમાશે. જેમાં બ્રિસ્ટલનું કાઉન્ટી મેદાન, લંડનનું લોર્ડસ, નોટિંઘમનું ટ્રેન્ટબ્રિઝ મેદાન, માનચેસ્ટરનું ઓલ્ડ ટ્રૈફર્ડ, ટોટનનું કાઉન્ટી મેદાન, લંડનનું ધ ઓવલ, ચેસ્ટર લી સ્ટ્રીટનું રિવરસાઇડ મેદાન, લીડ્નું હેડિંગ્લે, બર્મિંઘમનું એઝબેસ્ટન, સાઉથૈમ્પટનનું રોઝ બાઉલ, કાર્ડિફનું સોફિયા ગાર્ડન્સ સામેલ છે.
(ભારતીય સમયાનુસાર મેચ બપોરે 3 કલાકથી શરૂ થશે જ્યારે કેટલાક મેચ 6 કલાકે શરૂ થશે.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે